Western Times News

Gujarati News

બાયડ દહેગામ રોડ પર અજાણ્યા વાહને ટક્કર મારતા બોરમઠના આશાસ્પદ યુવાનનું મોત 

અરવલ્લી જિલ્લામાં વાહન ચાલકો બેફામ ગતિથી ગાડી ડ્રાઇવ કરતા અને પુરપાટ ઝડપે બેદરકારીથી ગાડી હંકારીને અકસ્માત બનવાની કેટલીક ઘટનાઓ બનતી હોય છે જ્યારે બાયડ દહેગામ રોડ ઉપર કવોરી માંથી કપચી અને મેટલ ભરીને અસંખ્ય ડમ્પર ખાણ ખનીજ વિભાગ અને આરટીઓ તંત્રની મિલિભગતથી બેફામ રીતે ખનીજ ચોરી કરી જિલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગો પર  બેફામ ગતિએ દોડતા હોય છે અને  અનેક નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ નો ભોગ લેવાયો છે

બાયડ દહેગામ રોડ પર જીતપુર નજીક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઇક સવારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું પ્રાપ્ત થતી વિગતો મુજબ 30 વર્ષીય મહેન્દ્રભાઈ વખતસિંહ પરમાર રહેવાસી બોરમઠ જીજે૩૧  ઇ ૭૬૧૫ નંબરની બાઈક લઈને બોરમઠ થી જીતપુર જવા નીકળેલા કયો જંત્રાલ કંપા નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું બાઈકને ટક્કર મારી અજાણ્યા વાહન ચાલક ફરાર થઈ ગયો હતો રાત્રે ૮ 30 ના સુમારે બનેલી ઘટનામાં ત્રણ સંતાનો એ પિતાની છત્રછાયા ગુમાવી હતી અને પરિવાર કલ્પાંત કરતું નજરે પડયું હતું જ્યારે ગામમાં 30 વર્ષીય આશાસ્પદ યુવાનનું મોત થતા ગામમાં અરેરાટી ફેલાઈ હતી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગલતફેઇમી થી વાહન હંકારવા બદલ આંબલિયારા પોલીસે ગુનો નોંધી ફરાર વાહનચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.