બાયડ – દહેગામ રોડ પર લગાવેલી લાઈટો શોભાના ગાંઠીયા સમાન
બાયડ – દહેગામ રોડ પર સ્થાનિક ગ્રામ પંચાયત ની કચેરી આવેલી છે, છતાં સ્થાનિક પંચાયત દ્વારા લાઈટો ચાલુ કરાવવા માટે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી.તે રોડ પર બસ સ્ટેન્ડ, હાઇસ્કૂલ,પેટ્રોલપંપ જેવા મહત્વપૂર્ણ જાહેર સેવાઓના સ્થળ આવેલા હોવાથી રાત્રી દરમિયાન અકસ્માત નો ભય રહેલો છે.
તેમજ, ગામના મોટાભાગના ખેડૂતોને રાત્રે ખેતરમાં જવા માટે આ રોડ નો ઉપયોગ કરવો પડે છે,તેમને પણ રાત્રી દરમિયાન હાલાકીનો સામનો કરવો પડે છે.
બાયડ તાલુકામાં ક્વોરી ઉદ્યોગ આવેલો હોવાથી મોટા ભાગની હેવી ગાડીઓ પણ આ રોડ પરથી પસાર થાય છે, અને તાલુકા મથક બાયડ થી ચોયલાનું ફક્ત ત્રણ ચાર કિ.મી. નું અંતર છે છતાં તંત્ર દ્વારા લાઈટો ચાલુ કરાવવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ગ્રામજનો ની માગણીને ધ્યાનમાં રાખી કોઈ મોટી અનહોની સર્જાય તે પહેલાં રોડ લાઈટો ચાલુ કરાવે તે જરૂરી છે. (દિલીપ પુરોહિત, બાયડ)