બાયડ નગરપાલિકા દ્વારા બિન આરોગ્યપ્રદ ફરસાણ અને મિઠાઈઓનો નાશ કરાયો
નોવેલ કોરા ના વાયરસની મહામારી વચ્ચે કેન્દ્ર એ વધુ એક વખત બે સપ્તાહ લોક ડાઉન લંબાવ્યું છે અને આરોગ્યલક્ષી તકેદારી રાખવા પણ જણાવાયું છે ત્યારે બાયડ નગરપાલિકા વિસ્તારમાં શનિવારે સધન ચેકિંગ હાથ ધરી ફરસાણની દુકાનમાં થી ૨૫૦ કિલો આરોગ્યપ્રદ જથ્થો નાશ કરવામાં આવ્યો હતો
અત્યારે દરેક જગ્યાએ ઠંડા પીણા તેમજ ફરસાણ અને મીઠાઈની દુકાનો ને બંધ રાખવા માટે સરકારે આદેશ કરેલ છે કોરાના નું સંક્રમણ હાલ સમગ્ર દેશમાં છે તે વધુ ન પ્રસરે તે માટે સરકાર દ્વારા લોક ડાઉન વધુ બે સપ્તાહ જાહેર કરવામાં આવ્યું છે તે દરમિયાન માત્ર જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની દુકાન ખુલ્લી રાખવામાં આવે છે
ફરસાણ તેમજ મીઠાઈઓ લોક ડાઉન ખુલ્યા પછી વેચાઈ નહિ તે હેતુથી બાયડ નગરપાલિકા એ બંધ દુકાનો ખોલાવીને અંદાજે ૨૫૦ કિલો આરોગ્યપ્રદ ચીજ-વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો બાયડની જનતાએ આ સહારાની કામ માટે નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરનો આભાર વ્યક્ત કર્યો હતો. (દિલીપ પુરોહિત. બાયડ)