બાયડ નગરપાલિકા ની સામાન્ય સભામાં પાલિકાના કર્મચારીઓને વીમા કવચ પૂરું પાડવાનો મહત્વનો નિર્ણય લેવાયો

બાયડ ખાતે આવેલ નગરપાલિકામાં બુધવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં કર્મચારીઓ માટે વીમા કવચ પૂરું પાડવાનો મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો આ અંગે વધુ વિગત આપતા પાલિકાના પ્રમુખ શાહીન મલેક પૂર્વ પ્રમુખ ચીમનભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ દિનકર ભાઈ પટેલ ના જણાવ્યા પ્રમાણે બુધવારના રોજ નગરપાલિકા ખાતે સોશિયલ ડિસ્ટન્સ સાથે મીટીંગ યોજવામાં આવી હતી


જેમાં નગરપાલિકાના ૬૯ કર્મચારીઓ કોરાના જેવી વૈશ્વિક મહામારીમાં પણ સેવા આપી રહ્યા હતા ત્યારે તેમની સુરક્ષા તથા આરોગ્યની ચિંતા કરી નગરપાલિકાએ તમામ કર્મચારીઓ માટે વીમા કવચ લેવાનું નક્કી કર્યું છે જેમાં સફાઈ કામદારોની વિશેષ કાળજી લેવામાં આવશે જ્યારે સામાન્ય સભા પૂર્ણ કર્યા પછી બાયડના લાખેશ્વરી વિસ્તારમાં નગરપાલિકાના પ્રમુખ કારોબારી અધ્યક્ષ કોર્પોરેટરોએ સાથે મળી નવીન રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું દિલીપ પુરોહિત બાયડ