બાયડ નગરપાલિકા વિસ્તારના રહીશો પીવાનું પાણી ડહોળું આવતાં પરેશાન
(પ્રતિનિધિ) બાયડ, બાયડ નગરપાલિકા વિસ્તારમાં પીવાનું પાણી ડહોળું આવતાં રહીશોને પીવાના પાણીની સમસ્યા સર્જાઈ. બાયડ શહેરના શિવાલિક ગ્રીન સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, તેમજ બાયડ દહેગામ રોડ ઉપર આવેલી દુકાનોમાં બાયડ નગરપાલિકા સંચાલિત પીવાના પાણીના નળમાં ડહોળું પાણી આવતાં લોકોને પીવાના પાણી માટે સમસ્યા સર્જાઈ છે,
તેમજ વર્તમાન સમયમાં ચાલી રહેલા કોરોના મહામારીના સંકટ સમયમાં ડહોળું પાણી આવતાં લોકોના આરોગ્ય બાબતે સંકટ ઉભુ થયુ છે અને પાણી જન્ય બીમારીઓ થવાની પુરે પુરી શક્યતાઓ સેવાઇ રહી છે.
નગરપાલિકા તાકિદ નળમા આવતા ડહોળા પાણીનો નિકાલ કરે નહીતો કોલેરા જેવા પાણીજન્ય રોગોથી પ્રજા પરેશાન થાય નહીં તે જાેવાનું રહ્યું