બાયડ નગરપાલીકાનો સ્વચ્છતામાં ગાંધીનગર ઝોનમાં બિજો નંબર
નગરપાલીકાના વાહનો ઉપર હવે સ્વચ્છતાના ગીતો શરૂ કરાયા
બાયડ,બાયડ નગરપાલીકા ધ્વારા અનેક કાર્યોને લઇ સ્વચ્છતામાં અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.ત્યારે નગરપાલીકા એ સ્વચ્છતા ને લઇ વધુ એક પગલું ભર્યું છે.ત્યારે સ્વચ્છતા સર્વેક્ષણમાં બાયડ નગરપાલીકાનો બીજો નંબર આવતાં નગરમાં આનંદ નું મોઝું ફરી વળ્યું છે.
બાયડ નગરમાં અનેક વિકાસલક્ષી કાર્યો તથા સ્વચ્છતા ને લઇ પાલીકા ધ્વારા થયેલા કામોની નગરમાં પ્રશંસા થઇ છે.ત્યારે સારા વિકાસ કાર્યો જોઇ કેટલાક વિકાસ વિરોધીઓના પેટમાં તેલ રેડાતાં હવાતીયા મારવાનું શરૂ કર્યું છે. ત્યારે બાયડ નગરપાલીકા સ્વચ્છતામાં બિજો નંબર પ્રાપ્ત કરી વિકાસ વિરોધીઓ ને લપડાક આપી છે. જેને લઇ આવા તત્વો પ્રજામાં ખુલ્લા પડી ગયા છે. બાયડ નગરપાલીકાના પ્રમુખ શાહીનબેન મલેક તથા ચીફ ઓફિસર રમેશભાઇ એમ.ચાવડા એ જણાવ્યું કે સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં નગરપાલીકાએ ભાગ લીધો છે.
ત્યારે તાજેતરમાં જાહેર થયેલા સ્વચ્છતાના પરિણામોમાં 25 હજારથી ઓછી વસ્તી ધરાવતાં શહેરોમાં ક્વાટર-1 તથા ક્વાટર-2 નું પરિણામ જાહેર કરાયું છે.જેમાં ગાંધીનગર ઝોનમાં બાયડ નગરપાલીકા એ તમામ નગરપાલીકાએને પાછળ મુકી બિજો નંબર પ્રાપ્ત કરતાં નગરમાં આનંદ છવાયો હતો.બિજો નંબર પ્રાપ્ત થતાં પ્રમુખે આ જીત બાયડના નગરજનો છે તેમ જણાવ્યું હતું.જ્યારે બિજી બાજુ ડોર ટું ડોર ઘન કચરાનું કલેક્ષન કરવા માટે આવતાં વાહનોમાં પાલીકા ધ્વારા સ્વચ્છતાના ગીતો વગાડવાનું શરૂ કરતાં નગરમાંથી પણ આવકાર મળ્યો હતો.