બાયડ ના વાસણીરેલ માં ક્ષત્રિય સંમેલન યોજાયું
ભાજપ અને કોંગ્રેસનું સંયુક્ત ક્ષત્રિય સંમેલન યોજાયું બાયડ તાલુકાના વાસણીરેલ ગામે ઈશ્વરસિંહ પરમાર ના ઘરે ભાજપ તથા કોંગ્રેસ નું સંયુક્ત સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો તથા સરપંચશ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલન વાસળી રેલમાં રાજકારણથી દૂર રાખી સમાજને આગળ લાવવા માટે યોજવામાં આવી જેમાં જુના ચાલી આવતા રૂઢિગત રિવાજોની યાદી તૈયાર કરવામાં આવી છે તેવું ભાજપના પ્રમુખ માનસીહ પરમારે જણાવ્યું હતું
આ સંમેલનમાં ક્ષત્રિય સમાજ ના ઉથ્થાન માટે તમામ આગેવાનો એ એકઠા થઇ શિક્ષણ આરોગ્ય જેવી બાબતો ઉપર સમાજમાં જાગૃતતા આવે તે માટે ચર્ચા કરવામાં આવી હતી આ સંમેલનમાં બાયડ પૂર્વ ધારાસભ્ય ઉદેસિંહ ઝાલા, ભુપતસિંહ સોલંકી , છત્રસિંહ, બાયડ ભાજપ પ્રમુખ માનસિંહ , વિનુસિંહ , વાસણીરેલ સરપંચશ્રી રતનસિંહ .અમરસિંહ ઝાલા તથા ઈશ્વરસિંહ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા..