Western Times News

Gujarati News

બાયડ પોલિસે રડોદરા ગામે ઘરમાંથી ૫૪ બોટલ દારૂ ઝડપ્યો

પેરોલ ફર્લોએ સગીરાનું અપહરણ કરનારને દબોચ્યો 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લાના હાઇવે અને અંતરિયાળ વિસ્તારમાંથી બુટલેગરો વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર બુટલેગરોના કીમિયાને નિષ્ફળ બનાવી બનાવી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી રહી છે જીલ્લા પોલીસવડા સંજય ખરાત બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવતા કમર્ચારીઓ સામે સસ્પેન્શનનો કોયડો વીંઝતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે

મેઘરજ પીએસઆઈ એન.એમ.સોલંકી અને તેમની ટીમે  ઢેકુંડી ગામની સીમમાં રાજસ્થાનથી પંચાલ તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું પૂરઝપે પસાર થતા લોડિંગ ટેમ્પાને અટકાવી તલાસી લેતા ટેમ્પાની બોડીના ભાગે લોંખડની ચાદર ઢાંકી બનાવેલ ગુપ્ત ખાનની અંદર ઠસોઠસ વિદેશી દારૂ ભરેલો જોવા મળતા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૦૧ કીં.રૂ ૧૦૦૫૦૦/- જપ્ત કરી

રાજસ્થાનના ઓમપ્રકાશ અમરચંદ ડાંગી અને તુલસીરામ માંગીરામ ડાંગીની ધરપકડ કરી ટેમ્પો,મોબાઈલ અને વિદેશી દારૂ મળી કુલ રૂ.૪૧૦૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી લોડીંગ ટેમ્પોમાં દારૂ ભરી આપનાર પિન્ટુ નામના બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

તેમજ હીરોહોન્ડા બાઈક પર વિદેશી દારૂ ભરી આવી રહેલા શીકારીના ભરત શંકર રહેણાંત ને દબોચી ૮ બોટલ જપ્ત કરી હતી મેઘરજની લિસ્ટેડ મહિલા બુટલેગર મધુ ભોલાજી પાંડોરના ઘરેથી ૩૫ લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરી ફરાર મધુ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

બાયડ પીઆઈ એન.જી.ગોહિલને રડોદરા ગામે એક બુટલેગર દંપતી ઘરમાં જ વિદેશી દારૂનો વેપલો કરી રહ્યા હોવાની બાતમી મળતા તેમની ટીમ સાથે રડોદરા ગામે ત્રાટકી લક્ષ્મી ગોવિંદ અને ગોવિંદ પુનાના ઘરમાંથી વિદેશી દારૂ, બીયર, દેશી  મદીરા બોટલ નંગ-૫૪ કીં.રૂ.૩૬૫૫/- નો જથ્થો જપ્ત કર્યો હતો.

બુટલેગર દંપતીના બાતમીદારો બાયડ પીઆઈ એન.જી.ગોહીલના બાતમીદારો કરતા વધુ સક્રીય હોવાથી રેડ કરે તે પહેલા ઘર છોડી છું થઇ જતા બાયડ પોલીસે દંપતી બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

પેરોલ ફર્લો ટીમે ૧૦ વર્ષ અગાઉ આંબલીયારા પંથકમાથી સગીરાનું અપહરણ કરનારને કપડવંજ નજીકથી દબોચ્યો 

બાયડ તાલુકાના આંબલીયારા પંથકમાંથી ૧૦ વર્ષ અગાઉ કપડવંજ તાલુકાના વિરણીયા ગામનો ઉદેસિંહ ભુરાજી ઠાકોર નામનો શખ્સ સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ફરાર થઇ જતા આંબલીયારા પોલીસ સ્ટેશનમાં ઉદેસીંહ સામે પોક્સો સહીત અપહરણનો ગુન્હો નોંધાયો હતો, આરોપી છેલ્લા દસ વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો

જિલ્લા પેરોલ ફર્લો પીએસઆઈ સીસોદીયા અને તેમની ટીમે  કપડવંજ પંથકમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ધામા નાખ્યા હતા ત્યારે ઉદેસીંહ ભુતિયા ગામે સરસામાન લેવા જવાનો હોવાની અને માથે ટકો કરેલ હોવાની બાતમી મળતા ભુતિયા ગામ નજીક પેરોલ ફર્લો ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. ઉદેસિંહ ઠાકોર આવતા ઝડપી લીધો હતો આરોપીને આંબલીયારા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.