બાયડ પોલીસે રૂ,૧,૦૦,૦૦૦ ના વિદેશી દારૂ સાથે ડસ્ટર ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી કબજે કરી
અરવલ્લી જિલ્લાના બોર્ડર ઉપર તો નિત નવા કીમિયા કરીને વિદેશી દારૂની ખેપ મારતા બુટલેગરો પકડાય છે પરંતુ ખેરાત સાહેબના કડકાઈ ભર્યા વલણથી પોલીસ પણ બુટલેગરો પર બાજ નજર રાખી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે બાયડ પોલીસે ગત રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલી એક ડસ્ટર ગાડી કબજે કર્યાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, બાયડ પોલીસ મથકના માણસો એ. એસ. આઇ. મોહનભાઈ વાઘાભાઈ, જુવાનસિહ ચુફરસિહ, નિરવકુમાર લક્ષ્મણભાઈ, અશોકસિંહ કાનસિહ, તથા વિક્રમસિંહ રતનસિહ વિગેરે પોલીસ સ્ટાફના માણસો ગત રાત્રિએ બાયડ પોલીસ મથક વિસ્તારમાં રાત્રી પેટ્રોલીંગમાં બાયડ બસ સ્ટેન્ડ ચોકડી પાસે રવિવારે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ઉભા હતા
ત્યારે ધનસુરા બાજુથી આવી રહેલી ડસ્ટર ગાડીને ઉભી રખાવવા જતાં ચાલકે પોલીસને જોઈ ગાડી ભગાડી મુકતાં પોલીસને શંકા જતા તેનો ફિલ્મી ઢબે પીછો કરતાં હરજીપુરાકંપા નજીક ડસ્ટર ગાડી મુકી, ચાલક અંધારાનો લાભ લઈ ખેતરોમાં નાસી ગયો હતો. પોલીસે ગાડી પાસે પહોંચી ચેક કરતાં રેનોલ્ટ ડસ્ટર ગાડી નંબર.. GJ. 01. RL. 0146. ચેક કરતાં . વિદેશી દારૂની પેટીઓ નંગ. ૨૮.બોટલો નંગ. ૯૪૮.મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૧,૧૩,૯૪૬/- નો પ્રોહીબીટેડ મુદ્દામાલ તથા ડસ્ટર ગાડી મળી કુલ રૂપિયા ૫,૧૩,૩૭૬/- નો મુદ્દામાલ કબ્જે કરી ડસ્ટર ગાડીના ચાલક સામે પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે . દિલીપ પુરોહિત. બાયડ