Western Times News

Gujarati News

બાયડ : બસ સ્ટેન્ડ નજીકથી આઈ-૨૦ કારમાં વિદેશી દારૂની ખેપ મારતા બુટલેગરને ૮૨૮ બોટલ સાથે ઝડપ્યો

અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી ઉત્તર ભારતના રાજ્યોમાંથી વિદેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો છે જીલ્લાના હાઇવે અને અંતરિયાળ વિસ્તારમાંથી બુટલેગરો વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર બુટલેગરોના કીમિયાને નિષ્ફળ બનાવી બનાવી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી રહી છે બાયડ પોલીસે બસ સ્ટેન્ડ નજીકથી આઈ-૨૦ કારમાંથી ૧.૬૯ લાખથી વધુનો વિદેશી દારૂ સાથે રાજ્સ્થાનના બુટલેગરને દબોચી લીધો હતો

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો ફાયદો ઉઠાવી અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ બુટલેગરો ઠાલવી રહ્યા છે જીલ્લા પોલીસવડા સંજય ખરાતના આગમન પછી પ્રોહીબીશનન શખ્ત કાર્યવાહીના આદેશ જીલ્લા પોલીસતંત્રને આપતા  દારૂની લાઈનો ચલાવતા બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા

પરંતુ છેલ્લા કેટલાક સમયથી બુટલેગરો સક્રીય થયા હોવાની અને જીલ્લા પોલીસતંત્રના કેટલાક પંકાયેલ પોલીસકર્મીઓની સાથે એક વહીવટદારની સાંઠગાંઠ હોવાની અને જીલ્લાની બોરનાલા, ઇસરી-કાલીયાકુવા અને મહીસાગર થી જીલ્લામાં પ્રવેશતા ત્રણ માર્ગો પરથી દારૂની લાઈનો ધીરે ધીરે ચાલુ થઇ હોવાની ચર્ચાએ પોલીસબેડામાં જોર પકડ્યું છે

બાયડ પીઆઈ એસ.એન.પટેલને આઈ-૨૦ કારમાં વિદેશી દારૂની ખેપ થઇ રહી છે દારૂ ભરેલી કાર ઉભરાણ બાયડ થઇ દહેગામ તરફ પસાર થવાની બાતમી મળતા બાયડ બસ સ્ટેન્ડ રોડ પર રોડ બ્લોક કરી વોચ ગોઠવી બાતમી આધારિત આઈ-૨૦ કાર આવતા અટકાવી કોર્ડન કરી કારની તલાસી લેતા કારમાંથી નાની-મોટી વિદેશી દારૂની બોટલ-૮૨૮ કીં.રૂ.૧૬૯૦૮૦/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર પ્રહલાદસિંહ પદમસિંહ સકતાવત (રહે,કારવાખાસ-આસપુર,રાજ) ને દબોચી લીધો હતો બાયડ પોલીસે વિદેશી દારૂ,મોબાઈલ,રોકડ રકમ,કાર મળી કુલ.રૂ.૪૭૨૦૬૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.