બાયડ વનવિભાગે બાતમીના આધારે નવીનગરી વિસ્તારના મકાનમાંથી પથ્થર નીચે રખાયેલી ૩ પાટલા ઘો ઝડપી

બાયડ માં આવેલી નવીનગરી વસાવત માંથી વનવિભાગે બાતમીના આધારે એક ઘર માંથી ત્રણ પાટલા ઘો ઝડપી પાડી હતી પ્રાપ્ત માહિતી મુજબ બાયડની નવી નગરી વસાવત માંથી વનવિભાગ ને બાતમી મળી હતી તેના આધારે મંગળવાર સવારે અગિયાર વાગ્યાના સુમારે વન વનવિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી તે દરમિયાન આ વિસ્તારમાં ઝૂંપડી બાંધીને રહેતા
રાજેશ પોપટભાઈ દેવીપુજક ના ત્યાંથી એક પથ્થર નીચે દબાયેલી હાલતમાં રાખેલી ત્રણ પાટલા ઘો મળી આવી હતી પાટલા ઘોને મારવાના હેતુસર રાખવી એક વન્ય પ્રાણી સંરક્ષણ ધારાનો ભંગ કરતું કૃત્ય હોવાથી આર.એફ.ઓ એચ.એમ ફુલેત્રાએ રાજેશ દેવીપુજક સામે વન્ય પ્રાણી સરક્ષણ ધારા હેઠળ ગુનો નોધી કાર્યવાહી કરવામાં આવી આ બનાવ અંગે જાણ બાયડ પોલીસને પણ કરવામાં આવી હતી
ત્યારબાદ પાટલા ઘોને રેસ્ક્યુ કરવાની કામગીરીમાં વનપાલ એ.બી. પટેલ કે. આર. પરમાર પી.એ. પરમાર સહિતના કર્મચારીઓ જોડાયા હતા આ અંગે વનવિભાગે જણાવ્યું હતું કે કેટલાક દેવીપુજક પરિવારોમા એવી માન્યતા છે કે મહિલાઓ ને પ્રસૂતિ થયા બાદ થતા શારીરિક દુખાવામાં પાટલા ઘો ના તેલનું માલિશ કરવાથી આવા દુખાવામાં રાહત મળે છે અને તેનું તેલ ખાવાથી પ્રસૂતા ઝડપથી થાય છે આ માન્યતાને આધારે આ યુવકે પાટલા ઘો પોતાના ઘરમાં રાખી નજીકના દિવસોમાં તેને મારીને તેલ કાઢવાનું હોય શકે એવું પહેલી નજરે જાણી શકાય