Western Times News

Gujarati News

બાયડ વાત્રક પુલ નજીક એસટી બસે બાઈકને ટક્કર મારતા વાંટડાના ૧૮ વર્ષીય યુવકનું મોત

(પ્રતિનિધિ) ભિલોડા,  અરવલ્લી જીલ્લામાં બેફામ ગતિએ હંકારતા વાહનચાલકોને પગલે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે બાયડ નજીક વાત્રક નદીના પુલ પાસે એસટી બસે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે વાત્રક હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજતા ભારે ચકચાર મચી હતી પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું બાયડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

બાયડ તાલુકાના વાંટડા ગામનો અને સસ્તા અનાજની દુકાનમાં તોલમાપની હંગામી નોકરી કરનાર યુવકનું અકસ્માતમાં મોત નિપજતા ગરીબ માતા-પિતા પર આભ તૂટી પડ્‌યું હતું વાંટડા ગામનો વિકાસ કુમાર મુકેશ ભાઈ પરમાર (ઉં.વર્ષ-૧૮) નામનો યુવક કામકાજ અર્થે સવારે કામકાજ અર્થે નીકળ્યો હતો વાત્રક નદીના પુલ નજીક બાયડ તરફથી આવતી બસ (ગાડી.નં.ય્ત્ન -૧૮ -રૂ ૨૪૨૮ ) ના ડ્રાઈવરે પુરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક યુવક વિકાસના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ સારવાર અર્થે વાત્રક હોસ્પિટલમાં ખસેડાતા સારવાર કારગત નીવડે તે પહેલા દમ તોડી દીધો હતો મૃતક યુવકના પરિવારજનો મોટી સંખ્યામાં દવાખાને પહોંચી આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. અકસ્માતના પગલે દોડી આવેલી બાયડ પોલીસે મૃતક યુવકની લાશને પીએમ માટે મોકલી આપી કાળાભાઇ ચતુરભાઈ પરમાર ની ફરિયાદના આધારે એસટી બસના ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.