Western Times News

Gujarati News

બાયડ વિધાનસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા તંત્ર સજ્જ 

(જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા) ૩૨- બાયડ વિધાનસભાની Bayad Vidhansabha પેટા ચૂંટણીને election અનુલક્ષી બાયડ મતદાર વિભાગ અને જિલ્લામાં આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે વહીવટી તંત્ર ચુસ્ત અમલવારી માટે સજ્જ બન્યું છે બાયડ મતદાર વિભાગના ૩૧૬ મતદાન મથકો પરથી ૨,૩૧,૧૦૩ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.  કલેક્ટર Collector અમૃતેશ ઔરંગાબાદકરની Amrutesh Aurangabada અધ્યક્ષતામાં યોજોયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું

​૩૨ બાયડ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તા. ૨૨ સપ્‍ટેમ્બર-૨૦૧૯ના રોજ જાહેરાત થતાં જ બાયડ વિધાનસભા મતવિસ્તાર અને અરવલ્લી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી બની છે. બાયડ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૧૯ને અનુલક્ષી અરવલ્લી કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં કલેકટરે જણાવ્‍યું કે, ચૂંટણીપંચ દ્વારા તા.૨૨ સપ્‍ટેમ્બર-૨૦૧૯ના રોજ બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા અમલી બની છે.તેમણે કહ્યું કે, બાયડ વિધાનસભાની પેટા ચૂંટણી તા.૨૧/૧૦/૨૦૧૯ના રોજ યોજાશે અને મતગણતરી તા.૨૪/૧૦/૨૦૧૯ના રોજ હાથ ધરવામાં આવશે. જેમાં બાયડ મતદાર વિભાગના ૩૧૬ મતદાન મથકો પરથી ૧,૧૮,૮૧૭ પુરૂષ અને ૧,૧૨,૨૮૬ સ્ત્રી મળી કુલ ૨,૩૧,૧૦૩ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૧૫૦૦થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. જયારે રાજકીય પક્ષો સાથે બેઠક યોજીને આચારસંહિતા અમલી અંગેની સમજ તેમજ ઇવીએમનું ફસ્ટ લેવલ  ચકાસણી પણ કરાઇ હોવાનું ઉમેર્યુ હતું.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રિતેશ દવેએ Distric Election officer Pritesh Dave  જણાવ્‍યું કે, મતદારો મતદારયાદી, ઇવીએમ, આચારસંહિતા અને ઉમેદવારના ચૂંટણી ખર્ચ વગેરેની માહિતી મેળવી શકે તે માટે ટોલ ફ્રી હેલ્‍પલાઇન નં. ૧૯૫૦ ઉપર સંપર્ક કરી શકશે. તેમણે કહ્યું કે, આ હેલ્પલાઇન પર લોકો ચૂંટણી સંબંધિત કમ્પલેઇન અને ફિડબેક પણ આપી શકે છે. વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન નાગરિકો આચારસંહિતા ભંગની ફરીયાદ સીવીજીલ એપ પર પોતાની ઓળખ આપીને અથવા ઓળખ આપ્‍યા સિવાય પણ કરી શકશે. તેમણે કહ્યું કે સુવિધા એપ્લિકેશન દ્વારા ઉમેદવારો તેમજ રાજકીય પક્ષો સભા, સરઘસ, વાહનની પરવાનગી, લાઉડ સ્પીકર, હેલીકોપ્‍ટર વગેરેની પરવાનગી મેળવી શકશે. આ સુવિધા માટે સિંગલ વિન્ડો સીસ્ટમ પણ કાર્યરત કરવામાં આવશે.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચૂંટણી ખર્ચના દેખરેખ માટે  એફ.એસ.ટીની ૫, એસ.એસ.ટીની ૯, વી.એસ.ટીની ૩ જયારે વીવીટી, એ.ટી અને એ.ઇ.ઓની એક-એક ટીમ સાથે ૧૯ નોડલ અધિકારીઓની Nodal officer  નિમણુંક કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.