Western Times News

Gujarati News

બાયડ વિધાનસભા: કોંગ્રેસના જશુ પટેલનો વિજય : ભાજપના ધવલસિંહનો પરાજય 

ભાજપે વિકાસને અને જાતિવાદને  પ્રજાજનોનો જાકારો કે પછી ધવલસિંહ ઝાલાના પક્ષ પલટો અને વિવાદિત ભૂતકાળ હાર માટે જવાબદાર …!!!

  બહુ ચર્ચિત બાયડ વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ પરાકાષ્ટએ પહોંચ્યા પછી પેટા ચૂંટણીનું મતદાન નિર્વિઘ્ન સંપન્ન થયું હતું ભાજપ-કોંગ્રેસે બાયડ બેઠક કબ્જે કરવા રાજકીય અગ્રણીઓ અને કાર્યકરોની ફોજ ઉતારી દીધી હતી  ભાજપ બાયડ વિધાનસભા બેઠક પર જીત મેળવવા રાજ્યના તમામ દિગ્જ્જોને મેદાને ઉતારી દીધા હતા ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદારોને રીઝવવા માલપુર ખાતે જંગી સભાને સંબોધી હતી તેમ છતાં ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાનો કોંગ્રેસના ઉમેદવાર અને બાહુબલી નેતા ગણાતા જશુભાઈ પટેલ સામે કારમો પરાજય થતા ભાજપની છાવણીમાં સોપો પડી ગયો હતો

અરવલ્લી જિલ્લાની બાયડ  વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલની જીત થતાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારે રસાકસી બાદ પરિણામો જાહેર થતાં કોંગી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતગણતરીની શરૂઆતથી જ કોંગ્રેસ લીડ બનાવતું રહ્યું હતું, જો કે    ૨૩માં રાઉન્ડના અંતે બે ઇવીએમ મશિનમાં ટેક્નિકલ ખામી સર્જાતા મત ગણતરીમાં સમય લાગ્યો હતો ભાજપને કુલ 64,854 મત મળ્યા જ્યારે કોંગ્રેસને કુલ 65597 મત મળ્યા હતા.અંતે કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલ ૭૬૧ માટે વિજયી બનતા કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા હતા. કોંગી કાર્યકર્તાઓ વિજય ઝૂલૂસ આતિષબાજી કરી હતી બીજી તરફ હાર થતાં ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ મતદારોનો આભાર માન્યો હતો.

ગુરુવારે બાયડ વિધાનસભાની પેટાચૂંટણી માટે વાત્રક નજીક બાયડ સરકારી વિનયન કોલેજમાં મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રથમ રાઉન્ડ થી કોંગ્રેસના ઉમેદવાર  જશુભાઈ પટેલે ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા સામે લીડ મેળવતા પ્રથમ રાઉન્ડ થી શરુ થયેલી લીડ ૨૩ રાઉન્ડ સુધી જળવાઈ રહેતા અંતે ૭૬૧ મત થી વિજેતા જાહેર થતા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો ભારે ઉત્સાહમાં આવી ગયા હતા ૧૫ રાઉન્ડ સુધી કોંગ્રેસની લીડ ૬૦૦૦ મતની આસપાસ રહેતા મત ગણતરી કેન્દ્ર પર કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા બીજીબાજુ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ ભારે  હૈયે મત ગણતરી કેન્દ્ર પરથી પરત ફર્યા હતા મત ગણતરી કેન્દ્ર પરથી પરત ફરતા સમયે ધવલસિંહ ઝાલાનો લોકોએ હુરિયો બોલાવ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.