Western Times News

Gujarati News

બાયડ શહેર કૉંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ (દિનુ ભાઈ) કેસરીયો ખેસ પહેરી લીધો 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતા જ અરવલ્લી  જીલ્લામાં માં રાજકારણ ગરમાઈ ગયું છે.ચૂંટણીઓ પહેલા આયા રામ ગયા રામની મોસમ પણ પુર બહાર ખીલતી હોય છે ત્યારે અરવલ્લી જીલ્લામાં ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી બાયડ શહેર કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ (દિનુ ભાઈ)ને કેસરિયા ખેસ પહેરાવતા જીલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ હર્ષદભાઈ (દિનુમામા) એ સ્થાનીક નેતૃત્વથી નારાજ હોવાનો રાગ આલાપ્યો હતો

બાયડ શહેર કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ પટેલે જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ ,જીલ્લા ચૂંટણી પ્રભારી રાજેશ પાઠક બાયડ શહેર પ્રમુખ સ્નેહલ પટેલની ઉપસ્થિતીમાં ભાજપમાં જોડાઈ ગયા છે. અરવલ્લી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં જ હવે કોંગ્રેસમાં ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે.

કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જે રીતે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ સાથે હાથ મિલાવતા કૉંગ્રેસને ચૂંટણીની ઠીક પહેલા જ જબરદસ્ત ફટકો પડ્યો છે. ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડા પડતા આગામી ચૂંટણીમાં રસાકસી ભર્યો માહોલ ઉભો થવાની શક્યતા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.