બાયોમેડીકલ વેસ્ટ અંગે PIL કરનારા ડોક્ટરોને ત્યાં જેમીએ દરોડા પાડ્યા
(એજન્સી) અમદાવાદ, એએમસીના AMC બાયોમેડીકલ વેસ્ટના નિકાલની કામગીરીની જવાબદારી બે કંપનીની સોંપાઈ હતી. જેમાં દોઢ વર્ષ પહેલાં બે કંપનીઓને બાયોમેડીકલ વેસ્ટના નિકાલની કામગીરીનો પાંચ વર્ષ માટેની દરખાસ્ત મંજુર કરાઈ હતી. એએમસી એ ટેન્ડર વિના બમણા ભાવે બે કંપનીને કામ સોપ્યુ હતુ. જેની સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી. ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કનારા ડોક્ટરના ક્લિનીકમાં આજે સોમવારે જીઈએમઆઈ એ દરોડા પાડ્યા હતા. અને ડોક્ટરને નોટીસ ફટકારી હતી. પણ ડોક્ટરે કહ્યુ હતુ કે, જાહેર હિતની અરજી કરાઈ છે. જેથી બદઈરાદાપૂર્વક કાર્યવાહી કર્યાનો આરોપ તેમણે લગાડ્યો હતો.
મ્યુનિસિપલે મ્યુનિસિપલે તા.૧૪-૯-૦૪ ના રોજ ૧ સેમ્બે રામકી એન્વાયરમેન્ટલ પ્રા.લીમીટેડને રૂ.૧ર.૬૦ પૈસાના ભાવે પ્રતિકિલોના દરથી ૭૦ ટકા કામગીરી તથા ર પોલ્યુકેર બાયોમેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ પ્રા.લી.ને પ્રતિ કિલો રૂ.૧૦ ના દરથી ૩૦ ટકા કામગીરી સોંપી હતી. આ બે કંપનીને ૧૦ વર્ષ માટે કામ સોંપવામાં આવ્યુ હતુ. પછી ટેન્ડરની મુદત પૂર્ણ થયા બાદ બંન્ને કંપનીઓને પ્રતિ કિલો ૧૮ ના ભાવથી ત્રણ વર્ષ માટે મુદત વધારી આપી હતી. પછી આ બે કંપનીઓની મુદત પૂર્ણ થતાં વગર ટેન્ડરે તેઓને પ્રતિ કિલો રૂ.ર૪ ના ભાવે પાંચ વર્ષની મુદત વધારી આપી હતી. જેની સામે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ હતી.
બાપુનગરમાં આયુર્વેદિક ડોક્ટરની પ્રેક્ટીસ કરતા ડો.અમિત નાયકે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. તેમણે ટેન્ડર કરી કામ સોંપવાની માંગ કરી હતી. હાલમાં આ જાહેર હિતની અરજી ન્યાયિક અને વિચારાધીન છે. સોમવારે જાહેર હિતની અરજી કરનારા ડો.અમિત નાયકના ક્લિનીક ઉપર દરોડા પાડ્યા હતા. જેમાં ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યુટ (જીઈએમઆઈ)એ ડોક્ટરના બાપુનગર સ્થિતિ અમી ક્લિનીકને નોટીસ આપી છે. ૩૦ દિવસમાં બાયોમેડીકલ વેસ્ટનું લાયસન્સ લેવા કહ્યુ હતુ. ડો.અમિત નાયકે જણાવ્યુ હતુ કે ‘હું આયુર્વેદિક ડોક્ટર છું. મારા ક્લિનીક ઉપર બાયોમેડીકલ વેસ્ટ નીકળતો નથી. છતાં બદઈરાદાપૂર્વક મને નોટીસ અપાઈ છે.