બારકોશીયારોડ નહેર પાસે બોલેરોમાં વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ તથા નડીયાદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓના માર્ગદર્શન હેઠળ સી.જી.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર નડીયાદ ટાઉન પો.સ્ટે . નાઓએ પ્રોહીબિશનના વધુમાં વધુ ગુનાઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચના કરેલ
જે આધારે નડીયાદ ટાઉન પો.સ્ટેશન સર્વેલન્સ પો.સ.ઇ જે.એસ.ચંપાવત તથા સ્ટાફના માણસો પો.સ્ટે હાજર હતા તે દરમ્યાન અ.હે. સુભાષચંન્દ્ર તથા અ.હે.રાકેશકુમાર નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે નડીયાદ બોરકોસીયા રોડ ઉપર આવેલ નહેર નજીકથી બોલેરો પીકઅપ
ગાડીનં જી.જે.૨૩.વાય-૦૦૮૨ ભરેલ વિદેશી દારૂના મુદ્દામાલ સાથે આરોપી સંજયભાઇ નટુભાઇ તળપદા રહે . કંજાેડા વિષ્ણુપુરા તા.નડીયાદ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .બોલેરો પીકઅપ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ ૧૯૨ નંગ બોટલો કિ.રૂ. ૧,૦૯,૨૦૦ / – તથા ગાડીની કિ.રૂ. ૩,૦૦,૦૦૦ / – મળી કુલ્લે રૂ .૪,૦૯,૨૦૦ / – ના પ્રોહી મુદ્દામાલ સાથે ઝડપી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોડ