Western Times News

Gujarati News

બારેજા અને બાવળાના વિવિધ વોર્ડમાં વંદે ગુજરાત વિકાસ રથનું સ્વાગત કરાયું

વંદે ગુજરાત વિકાસ યાત્રા – અમદાવાદ જિલ્લો -અમદાવાદ જિલ્લામાં અવિરત આગળ વધતી વંદે ગુજરાત વિકાસ યાત્રા

૮થી વધારે વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું અને ૧૨ નવા વિકાસ કાર્યોની જાહેરાત

૨૦ વર્ષના વિશ્વાસ અને ૨૦ વર્ષના વિકાસના મધ્યવર્તી વિચાર સાથે વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ સમગ્ર રાજ્યમાં ફરી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં વરસાદી માહોલ છતાં વંદે ગુજરાત રથ અવિતરપણ આગળ વધી રહ્યા છે. વરસાદ છતાં નગરજનો ઉત્સાહભેર રથનું સ્વાગત-સામૈયું કરી રહ્યા છે.

વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત તારીખ ૧૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ અમદાવાદ જિલ્લાના બારેજા અને બાવળા નગરપાલિકાના વિવિધ વોર્ડમાં વંદે ગુજરાત વિકાસ રથ પહોંચ્યા હતા, જ્યાં નગરજનો દ્વારા ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમદાવાદ જિલ્લામાં વંદે ગુજરાત યાત્રાના ત્રણ રથ ફરી રહ્યા છે, જે અંતર્ગત બાવળા અને બારેજા નગરપાલિકાના વિવિધ વોર્ડમાં રથ પહોંચ્યાં હતાં અને કાર્યક્રમો યોજાયા હતા. નગરજનો આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જુદાં જુદાં વોર્ડમાંથી ૩૫૦થી ૪૫૦ લોકો ઉત્સાહભેર કાર્યક્રમમાં સહભાગી થયા હતા. વરસાદી માહોલ વચ્ચે ઉત્સવનો માહોલ છવાયો હતો.

વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત આશરે ૧૦૦ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. જુદાં જુદાં વોર્ડમાં ૮થી વધારેનાં વિકાસકાર્યોનું લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. અને ૧૨ નવા વિકાસ કાર્યોની જાહેરાત કરવામાં આવી હતી.

દસક્રોઈના ધારાસભ્ય શ્રી બાબુભાઈ જે પટેલ તથા બાવળા નગરપાલિકાના પ્રમુખશ્રી પ્રવીણભાઈ વાણીયા સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.