બાર્જ પી-૩૦૫ મામલે મુંબઈ પોલીસે કેપ્ટન સામે FIR
મુંબઇ: તૌક્તે તોફાન દરમિયાન ડૂબેલા બાર્જ પી- ૩૦૫ના મામલામાં મુંબઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.મુંબઈ પોલીસે ઘટનામાં થયેલા મોતને લઈને બાર્જ પી ૩૦૫ના કેપ્ટન સહિત અન્ય લોકોની સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. સમાચાર છે કે પોલીસે બાર્જ પર હાજર વાઈસ એન્જિનિયરિંગની ફરિયાદ પર કેસ તૈયાર કર્યો છે. ભારતીય નૌસેનાનું રેસ્ક્યૂ ઓપરેશન જારી છે. ગુરુવારે સાંજ સુધીમાં વધુ ૪૯ લાશો શોધી કાઢવામાં આવી હતી.
ચીફ એન્જિયનિયર અને વાઈસ એન્જિનિયર મુસ્તફિજુર રહેમાન શેખની ફરિયાદ પર પોલીસે પી-૩૦૫ના કેપ્ટન રાકેશ વલ્લભ સહિત અન્ય લોકોની વિરુદ્ધ અજાણતા હત્યાનો મામલો નોંધ્યો છે. પોલીસે ૩૦૪ (૨) ઉપરાંત અનેક અન્ય કલમોમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપ છે કે મૌસમ વિભાગ તરફથી ચેતવણી જારી કર્યા બાદ વલ્લભે બાર્જ પી-૩૦૫ કર્મચારીઓની સુરક્ષા પર ધ્યાન નથી આપ્યુ. એન્જિનિયરે આરોપ લગાવ્યો હતો કે કેપ્ટની બેદરકારીના કારણે અનેક જીવ ગયા છે.
હાલમાં નૌસેનાના ૬ જળ જહાજ પીઆઠઆઇ મૈરિટાઈમ એરક્રાફ્ટ, ચેતક, એએલએચ અને સીકિંગ હૈલિકોપ્ટર્સ રેસ્ક્યૂ કાર્યમાં લાગેલા છે. મીડિયા રિપોર્ટ મુજબ ૨૬ કર્મચારીઓની શોધ હજું પણ ચાલુ છે. બાર્જ પર ઘટનાના સમયે ૨૬૧ કર્મી હતા. જેમાંથી ૧૮૬ લોકોને બુધવારે સાંજ સુધીમાં બચાવી લેવાયા છે. ગુરુવારે ૨૭ પીડિતોની લાશ આઇએનએસ બેસના માધ્યમથી મુંબઈ લાવવામાં આવ્યા.
સુત્રોના જણાવ્યા અનુસાર નૌસેના અને તટરક્ષકના જહાજાે તથા વિમાનોના પશ્ચિમ તટીય વિસ્તારની આસપાસના સમુદ્રમાં ગુમ લોકોની શોધ ચાલુ છે.
ભારતીય નૌસેનાએ આ કામ માટે ૬ જળપોતો લગાવ્યા છે. ઓએનજીસીએ બચાવ અભિયાનમાં પોતાના ૨૦ જહાજાે લગાવી છે. જેમાં એક પોત એફ્કોર્ન્સ પણ સામેલ થયુ છે. આ ઉપરાંત બચાવ અને શોધ અભિયાનમાં ૧૫ હેલિકોપ્ટર્સ લાગ્યા છે જેમાં ૭ ઓએનજીસી અને ચાર- ચાર નૌસેના તથા તટરક્ષકના છે.