Western Times News

Gujarati News

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત વેલ્ફેર સ્ટેેમ્પ ફીમાં ૧૦૦ ટકાનો વધારો કર્યો

તાલુકા, જીલ્લા કોર્ટમાં રૂા.ર૦, હાઈકોર્ટ, ટ્રીબ્યુનલોમાં રૂા.૪૦ની ટીકીટ લગાવવી પડશે

(એજન્સી) અમદાવાદ, કોરોના બાદ હવે કોર્ટ ધીરે ધીરે શરૂ થઈ રહી છે. ત્યારે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે વેલ્ફેર સ્ટેમ્પ ફીમાં ૧૦૦ ટકાનો વધારો કર્યો છે. જેનો માર વકીલો પર પડશે. હવે તાલુકા અને જીલ્લા અદાલતોમાં ૧૦ની જગ્યાએ ર૦ રૂપિયા, હાઈકોર્ટ અને ટ્રીબ્યુનલમાં ર૦ની જગ્યાએ ૪૦ રૂપિયાની વેલ્ફેર સ્ટેમ્પ ટીકીટ લગાવવી પડશે. એવો નિર્ણય બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે કર્યો છે. આ નિર્ણયનો અમલ દરેક કોર્ટમાં ૧ ઓગષ્ટ, ર૦ર૧થી શરૂ કરવાનું પણ નકકી કરાયુ છે.

વર્ષ ર૦૦૩થી વકીલોને મૃત્યુ સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. વેલ્ફેર ફંડ અને મેમ્બરશીપ ફી તેમજ રીન્યુનલ ફી લેવાનું નક્કી કરવામાં આવ્યુ છે. ત્યારે અત્યાર સુધી ગુજરાતના ર૪૦૦ વકીલોને પર.૩૧ કરોડ રૂપિયા મૃત્યુ સહાય ચુકવવામાં આવી છે. ઉપરાંત દર વર્ષેે રરપથી રપ૦ વકીલોના વારસદારોને મૃત્યુ સહાય મેળવવા માટે અરજી આવે છે.

ત્યારે કોરોના કહેરમાં પણ વકીલોને મૃત્યુ અને માંદગી સહાય પેટે બાર કાઉન્સીલે મોટી રકમ ચુકવી આપી હતી. ત્યારે હવે ફંડ વધારવા માટે વેલ્ફેર સ્ટેમ્પ ફીમાં વધારો કરવાનું નક્કી કર્યુ છે. જેના પગલે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની મીટીંગ મળી હતી. જેના સભ્ય અનિલ કેલ્લા, દિપેન દવે સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

જેમાં વેલ્ફેર ફૃડની ખાદ્ય ઓછી કરવા માટે ૧ ઓગષ્ટ ર૦ર૧થી તાલુકા અને જીલ્લા અદાલતોમાં ૧૦ની જગ્યાએ ર૦ રૂપિયા અને હાઈકોર્ટ તથા ટ્રીબ્યુનલમાં ર૦ ની જગ્યાએ ૪૦ રૂપિયા વેલ્ફેર સ્ટેમ્પ લગાવવાનું નકકી કર્યુ છે. નોંધનીય છે કે રાજયમાં ૭૦ હજાર જેટલા વકીલો છે અને દર વર્ષે બાર કાઉન્સીલને આ ટીકીટો દ્વારા ૧ કરોડ જેટલી રકમ મળતી હતી. હવે ભાવ વધારતા તે આવક ડબલ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.