બાલારામમાં ગંદકીથી ગંધાયેલા નદીનાં પટમાં સફાઈ ઝૂંબેશ હાથ ધરાઈ
પાલનપુર, પાલનપુરથી ૧૬ કિ.મી.ના અંતરે આવેલા બાલારામ શિવધામ કુદરતી પ્રકૃતિ સૌદર્યનો ભંડાર તરીકે જાણીતું આ ધામમાં મંદીર પાસે નદીમાં પટમાં ગંદકીને લઈને દર્શનાર્થીઓમાં ભારે કચવાટ જાેવા મળતો હતો જેની નોંધ તાજેતરમાં આ ગંદકી મામલે અહેવાલ પ્રસિદ્ધ થયા હતા.
ત્યારબાદ પાલનપુર ફોરેસ્ટ વિભાગના ટીમ મદદ લઈને અમદાવાદની સેવાભાવી સંસ્થાના યુવાનો નદીના પટમાં સફાઈ સામગ્રી સાથે સફાઈ ઝુુંબેશ શરૂ કરાયો હતો. જેને લઈને પ્રવાસીઓમાં આનંદની લાગણી જાેવા મળી હતી.
પાલનપુર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રાઉન્ડ ફોરેસ્ટર આ બાજીતખાન સિન્દીએ જણાવ્યું કે, કેટલા પર્યાવરણ પ્રેમીઓએ આ ગંદકીના મામલે ધ્યાન દોરાતા અમદાવાદની સેવાભાવી સંસ્થાએ અમારા વનખાતાના અધિકારીઓનો સંપર્ક કરતા અધિકારીઓએ મદદરૂપ બનવા ટ્રેકટર પાવડા, ત્રિકમ અન્ય સામગ્રી તેમજ અમારા ૧પ જેટલા કર્મચારીઓ નદીના પટમાં પહોંચી ગયા હતા.
આ સંસ્થાના આવેલા ૩પ જણા સાથે સફાઈ ઝૂંબેશ ચલાવી તેમજ કચરો ભેગો કરી સમગ્ર નદીનો પટ સફાઈ ઝુંબેશનો અભિયાન શરૂ કર્યું હતું. અમદાવાદની ડ્રાઈવીગ ડીપ નામની સંસ્થા લકઝરી બસ લઈને બાલારામ મુકામે આવી પહોચી હતી.
જાે કે, આ સફાઈ ઝૂંબેશ બાદ કેટલાંક પ્રવાસીઓને તેમજ આસપાસના ગામલોકમાં નદીમાં ગંદકીના મુદે ગણગણાટ જાેવા મળ્યો હતો. બાલારામ ટ્રસ્ટ પાસે લાખો રૂપિયાનો દીન વર્ષે આવક હોવા છતાંય વિસ્તારની વર્ષોથી સ્નાનઘાટ પાસે પાણી સંગ્રહ કરવા સફાઈ ઝુંબેશ પ્રત્યે કેમ નજરઅંદાજ કરી રહયા છે તે ચર્ચાનો વિષય બન્યો હતો.