બાલાસિનોરની નિર્મલ વિદ્યાલય શાળામાં વિધાર્થીઓને માસિક શૈક્ષણિક ફી માં ૫૦% ની રાહત
મહીસાગર જીલ્લાનાં બાલાસિનોર શહેર ખાતે આવેલી નિર્મલ વિદ્યાલય ઇંગ્લિશ મીડીયમ – ગુજરાતી મીડીયમ શાળા દ્વારા હાલની પરિસ્થિતિ અને વિધાર્થીઓને સેફ્ટીને ધ્યાનમાં લઈ તથા સરકારશ્રીના આદેશ મુજબ બાળકોને શાળામાં બોલાવવા શક્ય નથી. પરંતુ ભણતર ના કારણે બાળકોના ભવિષ્ય પર અસર ન પડે અને બાળકો ભણતરમાં વ્યસ્ત રહે અને માનસિક રીતે સ્વસ્થ રહે તે માટે સંસ્થાના મહેનતુ અને લાગણીશીલ શિક્ષકો દ્વારા માર્ચ મહિનાથી જ બાળકો ને સતત ઓનલાઇન શિક્ષણ અપાય રહ્યુ છે.
અત્યાર ના કપરા સમયમાં વૈશ્વિક મહામારીને કારણે દરેક વર્ગ જે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે બાબત થી સંસ્થા અજાણ નથી. અને વાલીશ્રીઓ પર આર્થિક બોજો ન વધે એને ધ્યાનમાં રાખી સંસ્થા દ્વારા વિધાર્થી ઓની માસિક શૈક્ષણિક ફી માં ૫૦%ની રાહત આ શૈક્ષણિક વર્ષ પૂરતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તથા વાલીઓને એક સાથે રકમ જમાં કરાવી મુશ્કેલ ન પડે એના કારણે વાલીઓએ દર મહિને પોતાના બાળકની માસિક ફી ભરવાની સુવિધા આપવા માં આવે છે.જે શિક્ષકો શાળામાં ફરજ બજાવે છે. એમના બાળકોને આ વર્ષ માટે તમામ ફીમાં રાહત આપવામાં આવે છે.