બાલાસિનોરમાં દાવત એ ઇસ્લામી હિંદ દ્વારા હજયાત્રીઓને ટ્રેનિંગ અપાઈ
મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં સાઉદી અરેબિયાના મક્કા-મદીના શહેરમાં હજ્જ કરવા જતાં હાજી સાહેબો માટે દાવત એ ઇસ્લામી હિંદ દ્વારા દરેક શહેરમાં દર વર્ષે હજ તરબિયત (હજ ટ્રેનીંગ) કેમ્પનું આયોજન કરવામાં આવે છે. એ જ રીતે ચાલુ વર્ષે પણ બાલાસિનોરમાં ગરીબ નવાઝ મસ્જિદ ખાતે તારીખ ૦૭.૦૭.૨૦૧૯ ને રવિવારના રોજ સવારે ૯ કલાક થી સાંજ ના ૭ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજમાં જનાર યાત્રાળુઓ જોડ્યાં હતા. હજ્જ જીવનમાં એક વખતે ફરજ કરવામાં આવી છે.
ત્યારે હજ્જ પઢવા જતા હાજીઓ માટે આ પોતાના જીવનનો પ્રથમ અનુભવ હોય છે. દાવત એ ઇસ્લામી હિંદની હજ વ ઉમરાહ મજલીસ દ્વારા હજ યાત્રામાં જનાર હાજીયો તથા હજીયાની માટે હજ યાત્રા સરળ બની રહે તે હેતુ થી હજ ના વિવિધ અરકાનો (વિધિઓ) ની સમજ કાબા શરીફના મોડેલ દ્વારા તવાફ (કાબા ની પરિક્રમા) તેમજ હજ ને લગતી વિવિધ બાબતોની પ્રેક્ટિકલ માહિતી પૂરી પાડવામાં આવી. તેમજ મદીના શરીફની હાઝરી વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઇસ્લામ ધર્મ માં હજ્જ ને એક મોટી ઈબાદત ગણવામાં આવે છે. ખાસ કરીને ઈસ્લામ ધર્મના છેલ્લા સંદેશા વાહક હજરત મુહમમદ સાહેબનો જન્મ સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જ થયો હતો.
જેઓને દરેક મુસ્લિમ બિરાદર પોતાના જાન-માલથી પણ વધારે મોહબ્બત કરે છે. જે બાબતને લઈને પોતાના મહેબૂબના શહેરને જોવાની ઉત્સુકતા અને મદીના શહેરમાં તેમની મજારે મુબારકની જારીઓની ઝલક જોવા માટે સામાન્ય થી સામાન્ય મુસ્લિમ બેકરાર હોય છે. જેને લઈને કેટલાક અરકાનો /વિધિઓ કરવામા મુશ્કેલી પડે છે. જેને લઈને સુન્ની મુસ્લિમ જમાત ની હમદર્દ અને ગમખ્વાર દાવત એ ઇસ્લામી હિદ દ્વારા આ હાજીઓને કેવી રીતે હજ્જ કરવી, તે બાબતે ઇસ્લામના વિધવાન અલીમો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી.