બાલાસિનોરમાં હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરનાં દવાખાનાનું ઉદઘાટન કરાયું

મહીસાગર જિલ્લાનાં બાલાસિનોર શહેરમાં હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહતદરનાં દવાખાનાનું આજે ઉદઘાટન કરવામાં આવ્યુ. જેમાં ડૉ.અકરમ શેખ (બી.એચ.એમ.એસ) દ્વારા શહેરનાં તમામ સમાજનાં લોકોને નિસ્વાર્થ સેવા આપવામાં આવશે.
શહેર બાલાસિનોરનાં નવાબ સાહેબ શ્રી સલાઉદ્દીન ખાનજી બાબી, શહેર બાલાસિનોરનાં મુસ્લીમ કોમના રેહબર અને દારૂલ ઉલુમ અંજુમને દરિયાઈનાં મુખ્ય આલીમ શ્રી જુનૈદ અહેમદ મીસ્બાહી સાહબ, ફખ્રે ગુજરાત શ્રી મૌલાના ઈદ્રીશખાન સાહબ, તથા શહેરની તમામ મસ્જીદોનાં ઈમામ હાજર રહ્યા હતા.
બાલાસિનોર નગર પાલીકાનાં વોર્ડ નં ૬ નાં કોર્પોરેટર તથા માજી પાલીકા પ્રમુખ શ્રી પઠાણ ઈરફાનખાન, મીડીયા માધ્યમથી શ્રી સૈયદ ઝુલ્ફીકાર અલી (લાલુ સૈયદ)તથા શ્રીમતી દિવાન જમીલા બેન. ઉપરાંત બાલાસિનોર મુસ્લીમ સમાજનાં આગેવાનો શ્રી શેખ હાજી સલીમભાઈ લેલી, શ્રી સૈયદ મહેબુબઅલી તલાટી,શ્રી શેખ ફરીદભાઈ (ક્રોજી), શ્રી શેખ સલીમભાઈ (સમ્રાટ બેકરી), તથા હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો હાજર રહ્યા હતા.