બાલાસિનોર અંજુમન રિલીફ કમિટી દ્વારા ૩૪માં સમુહ ખત્ના કેમ્પનું આયોજન
(પ્રતિનિધિ)સેવાલીયા, મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે મુસ્લીમ સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા અને ખોટા ખર્ચથી બચવા માટે વિના મુલ્યે (ફ્રી) સમુહ ખત્નાનો કેમ્પનું આયોજન તા ઃ ૦૯-૦૨-૨૦૨૦ ને રવિવારનાં રોજ સવારે ૯ઃ૦૦ કલાકથી સાંજના ૪ઃ૦૦ કલાક સુધી દારંલ ઉલુમ અંજુમને દરિયાઈ, કાલુપુર પાંણીની ટાંકી પાછળ, બાલાસિનોરમા રાખવામા આવ્યો હતો. જેમા ૬૫ જેટલા બાળકોની ખત્ના કરવામા આવી હતી. જેમા ખલીફા મહેબુબભાઈ તથા ખલીફા રાજુભાઈ (ખત્ના સ્પેશ્યાલીસ્ટ નડીયાદ), દારૂલ ઉલુમ અંજુમને દરિયાઈ ના પ્રમુખ પઠાણ સમીઉલ્લાહખાન તથા તમામ કમિટી મેમ્બર , પઠાણ ઈરફાનખાન (માજી પાલીકા પ્રમુખ), પીરજાદા મનસુરમીયા (નાયબ મામલતદાર), ડા.સલીમભાઈ શેખ, ખોખર જહીરભાઈ (બેંકવાળા), મલેક શફાકતહુસેન, પઠાણ ઈદ્રીસખાન, પઠાણ સમીઉલ્લાહખાન (બાબુભાઈ) વિગેરે હાજર રહ્યા હતા.