બાલાસિનોર ખાતે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા ચોથો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજાયો
(પ્રતિનિધ) સેવાલિયા, મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ તથા મહીસાગર મુસ્લિમ સેવા સમાજ દ્વારા તા,૨૦-૧૦-૨૦૧૯ના રવિવારના રોજ બપોરે ૨ઃ૦૦ કલાકે પાણીની ટાંકી પાસે, કાલુપુર મુ.બાલાસિનોર ખાતે તેજસ્વી મુસ્લિમ વિધાર્થીઓનું કે જેમણે એસ.એસ.સી, એચ.એસ.સી. કે ગ્રેજ્યુએટની પરીક્ષાઓમાં ઉચ્ચ ટકા એ ઉત્તરિણ થયેલા વિધાર્થીઓ જાહેર સન્માન તથા પ્રોત્સાહિત ઈનામ આપવાના સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિધાર્થીઓને સામાજિક ક્ષેત્રે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગની શરૂઆત કુરઆન શરીફની તીલાવતથી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સમારંભના પ્રમુખ જનાબ સૈયદ કદીર પીરઝાદા સાહેબ વિધાર્થીઓને શીખ આપતા જણાવેલ કે મહેનત કરો, અને સરકારી નોકરીઓમાં જોડાઈ સમાજનું નામ રોશન થાય તે દિશામાં આગળ વધી રાજ્ય અને દેશનું નામ રોશન કરો. અને મોબાઈલનો ઉપયોગ ઓછો કરી ભણતરમાં ધ્યાન આપવાની તાકીદ કરી હતી. તેમજ સર્વધર્મો સાથે સદભાવનાથી રહેવાની સલાહ આપી હતી તેમજ દેશમાં ભાઈચારો અને એકતા જણાવાઈ રહે તેવી દુઆ કરી હતી. આ કાર્યક્રમના પ્રમુખ જનાબ સૈયદ કદીર પીરઝાદા સાહેબ (સજજાદા નશીન, ઓકકલ બારા (મોટામિયાં, માંગરોળ ગાદી) તથા મુખ્યમહેમાન જનાબ ગ્યાસુદ્દીન શેખ, (ધારાસભ્ય- શાહપુર અમદાવાદ), ડો. જાવેદ વકીલ (એમ.ડી.મેડિસિન),જનાબ પઠાણ મુરતુજા ખાન (પઠાણ સાહેબ), જનાબ વજીરખાન પઠાણ (ભૂતપૂર્વ સભ્ય, ગુજરાત બાર કાઉન્સિલ), બદરૂદ્દીન શેખ (પૂર્વ નેતા, એ.એમ.સી), નવાબ સલાઉદ્દીન ખાન બાબી (મહીસાગર જિલ્લા પ્રભારી), યુસુફભાઈ પરમાર (માજી.ડે. મેયર. ગાંધીનગર), શેખ મુસ્તાકભાઈ એચ. (કોન્ટ્રાકટર તેમજ મુસ્લિમ સમાજ અગ્રણી), સાજીદ હુસેન મીરઝા (ડિરેક્ટર, ગુ.રા.વ.બો) તથા શેખ હાજી અયાઝભાઈ (ચેરમેન- અજુમન એજ્યુકેશન ટ્રસ્ટ, બાલાસિનોર) તેમજ બહાર ગામથી પધારેલ ખાસ આમંત્રીત સભ્યો જનાબ એમ.જી.ગુજરાતી (ઉપ પ્રમુખ, જમીયત ઉલેમાએ હિંદ, આણંદ), મો.જુબેર ગોપલાની (ચેરમેન- હનીફા ઇન્ટરનેશનલ સ્કૂલ, બોરસદ), હાજી ફરીદ મિયા સૈયદ,મુખી (કન્વીનર અમદાવાદ જિલ્લા), રિજવાન મૂલ્તાની (પ્રમુખ- લાયન્સ કલબ- હાલોલ) મહેમાનો હાજર રહ્યા હતા. આવેલ મહેમાનોને ફૂલોના હાર અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું સુંદર આયોજન મ.ગુ.મુ.સે.સ બાલાસિનોર જિ. મહીસાગરના કાર્યકર્તા (૧) ઇરફાનખાન પઠાણ (ઉપપ્રમુખ) (૨) સમીર શેખ (મહામંત્રી) (૩) ઈકબાલ ભાઈ સુરતી (પ્રમુખ) (૪) સૈયદ મેહબુબલી તલાટી (કારોબારી) (૫) સૈયદ ઝૂલ્ફીકાર અલી / લાલુ સૈયદ (તાલુકા પ્રમુખ), (૬) શેખ હાજી આદમબાપુ (પ્રમુખ- હાશ્મિ કમિટી) (૭) શેખ મહંમદ શફી એસ. / લાલા (ચેરમેન- વિકાસ કો.ઓ.સો.લી) (૮) શેખ રશીદભાઈ / હાસમ વાળા (સેક્રેટરી- હાશ્મિ કમિટી), (૯) પઠાણ સમીઉલ્લાહ ખાન આઈ. (પ્રમુખ- દારૂલ ઉલૂમ અજુમને દરિયાઈ), (૧૦) અશરફભાઈ મુલતાની (અગ્રણી- મુલતાની સમાજ ), (૧૧) શેખ સઇદ ભાઈ મેત્રાલ વાળા, (તાલુકા પ્રમુખ,મ.ગુ.મુ.સે.સ. સંતરામપુર), (૧૨) રિયાઝ કાજી (રીપોર્ટર- લુણાવાડા), તથા બાલાસિનોર શહેરની નવયુવાનોની કમિટીઓ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું વહીવટી આયોજન કરવામાં આવ્યું હતું.