Western Times News

Gujarati News

બાલાસિનોર ખાતે શના એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

(પ્રતિનિધી:- મોહસીન વહોરા, સેવાલીયા) મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે તા:- ૩૦-૦૭-૨૦૧૯ને મંગળવારનાં રોજ શના એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, બાલાસિનોર દ્વારા બાલાસિનોર પ્રાંત કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમનું અંજુમન ચોક, બાલાસિનોર ખાતે આયોજન કરવામાં આવ્યો હતો. મામલતદારશ્રીના તથા જીલ્લા પંચાયત મહીસાગર આરોગ્ય શાખાના સહયોગથી કરવામાં આવ્યુ હતો.

જેમા સોગંદનામા – ૫૫, આવકના દાખલા – ૪૫, મુખ્યમંત્રી અમૃતમ તથા મુખ્યમંત્રી અમૃતમ વાતસલ્ય (માં કાર્ડ) નવા તથા રીન્યુ – ૧૫૯, પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના ગેસ કનેકશન – ૧૨, વૃધ્ધ સહાય યોજના ફોર્મ – ૮, વિધવા સહાય યોજના ફોર્મ – ૧૦, ચુટણી કાર્ડ નવા તથા ફેરફાર કુલ ફોર્મ – ૧૭, રાશશકાર્ડ નામ દાખલ કરવા, નામ કમી કરવા, રાશનકાર્ડમાં સુધારો વધારો કરવાના – અંદાજીત ૭૦ ફોર્મની કામગીરી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા તથા કાર્યક્રમમા સ્થળની મુલાકાત લેવા મામલતદાર શ્રી બાલાસિનોર, આરતીબેન ઠક્કર (પ્રાંત બાલાસિનોર,) ડૉ. પપ્પુભાઈ, બાલાસિનોર તથા આરોગ્ય ખાતા સંતરામપુરથી શ્રી સઈદભાઈએ પોતાનો કીંમતી સમય આપી હાજર રહ્યા હતા. આ કેમ્પમાં સહાયક તરીકે અંજુમન રીલીફ કમીટી, મુસ્લીમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, દારૂલ ઉલુમ અંજુમને દરિયાઈ કમિટી, એકતા ચેરીટેબલ ટ્રસ્ટ, કરિશ્મા એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ, જયહીંદ ચેરી. ટ્રસ્ટ, હાશમવાલા કમિટીએ ભાગ લીધો હતો.જે બદલ શના એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ,બાલાસિનોરના પ્રમુખ ઝુલ્ફીકાર સૈયદ (લાલુ સૈયદ) એ તમામ કમિટી તથા ટ્રસ્ટોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.