બાલાસિનોર મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા મોબલીન્ચિંગ વિરુદ્ધ આવેદનપત્ર અપાયું.
(પ્રતિનિધિ) સેવાલીયા, ભારત દેશના ઝારખંડ રાજ્યમાં તાઃ-૧૭-૦૬-૨૦૧૯ નાં રોજ તબરેજ અન્સારી નામનાં મુસ્લિમ યુવકની મોબલીન્ચિંગ હત્યા કરવામાં આવેલ છે. ઝારખંડમાં ૨૪ વર્ષના એક મુસ્લિમ યુવક, તબરેજ અંસારીને ચોરીના શકમાં ભીડે માર-મારતા એનું મૃત્યુ થયું હતું. ભીડ આ યુવકને સતત ૧૮ કલાક સુધી મારતી રહી. ત્રણ દિવસ બાદ તેનું મોત થઈ ગયું. આ ઘટનામાં હવે એક વીડિયો વાયરલ થઈ ગયો છે, જેમાં માર મારનારાઓ તબરેજ પાસે બળજબરીપૂર્વક ‘જયશ્રી રામ’નો નારો લગાવવાનું કહી રહ્યાં હતા. દેશભરમાં વધી રહેલી મોબલીન્ચિંગ (ટોળાઓ દ્વારા કરવામાં આવતી હિંસાઓ)ની ઘટનાઓ સામે સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશોનું ચુસ્તપણે અમલ કરાવવા તેમજ મોબલીન્ચિંગનાં બનાવનો ભોગ બનનાર પિડિતનાં પરિવારને વળતર અને ન્યાય મળે તેનાં માટે સમગ્ર દેશમાં વિવિધ શહેરોમાં વિરોધ થઈ રહયા છે. જેનાં ભાગરૂપે બાલાસિનોર મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને બનાવનાં સંદર્ભમાં આવેદનપત્ર આપવાનુ આયોજન કરવામાં આવેલ જેમાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના ઉપપ્રમુખ પઠાણ ઇરફાનખાન રમજાનખાન, મહામંત્રી શેખ સમીરભાઈ અયાઝભાઈ, કારોબારી મેહબુબઅલી પીરું મિયા સૈયદ તેમજ બાલાસિનોર તાલુકા પ્રમુખ સૈયદ ઝૂલ્ફીકાર અલી અબ્દુલ લતીફ (લાલુ સૈયદ) તેમજ બાલાસિનોર સહિતના બીજા મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા.