બાલેટા ગામે અદાવતમાં યુવાનને જખ્મી કરી ફરાર થયેલ આરોપીઓ ઝડપાયા

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) વિજયનગર તાલુકાના બાલેટા ગામે જૂની અદાવતે જૂથ અથડામણ સર્જાતાં ગરદનના ભાગે લાકડી ને છાતીના ભાગે પાવડો મારી ગંભીર ઈજાઓ કરી યુવાનને જાનથી મારી નાખવાની ધમકીઓ આપનાર ત્રણ શખ્સોને ગણતરીના જ કલાકોમાં ચિઠોડા પોલીસે આજરોજ બાલેટા ગામથી એમના ઘરેથી જ ઝડપી લીધા હતા.
હજુ ગઈકાલે જ આ અથડામણ અંગે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પો.સ.ઇ.એમ.એચ.પરાડીયાના માર્ગદર્શન હેઠળ અ.હે.કો.ભુરજીભાઇ નાનજીભાઇએ આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરતા આ ત્રણેય આઇપીઓ ગણતરીના કલાકોમાં જ ઝડપાઈ જતા વધુ પૂછપરછ હાથ ધરી છે.
ઝડપાયેલા આ આરોપીઓમાં રધજીભાઇ ધુળાજી ડામોર, રાકેશ રધુજી ડામોર અને રોહિતકુમાર રધુજી ડામોર (રહે.તમામ બાલેટા તા.વિજયનગર )નો સમાવેશ થાય છે.