બાલ શિવમાં 9મીથી આવશે નવો વળાંક, 10 દેવીના અવતારો બતાવશે
એન્ડટીવી પર બાલ શિવ રસપ્રદ વળાંક લેવાનો છે, કારણ કે દિવ્યા પઠાણિયાનું પાત્ર દેવી પાર્વતી દસ મહાદેવી નામે આગામી અદભુત મહાવાર્તા થકી દસ દેવીના અવતારો બતાવશે. આ દસ અવતારમાં દેવી કાળી, દેવી તારા, ત્રિપુરા સુંદરી, દેવી ભુવનેશ્વરી, દેવી ચિન્મસ્ત, દેવી ભૈરવી, દેવી ધુમાવતી, દેવી બગલમુખી, દેવી માતંગી અને દેવી કમલાનો સમાવેશ થાય છે. દસ મહાદેવીની વાર્તા ત્યારે શરૂ થાય છે
જ્યારે દેવી પાર્વતીનો દારૂકા () દ્વારા છુટકારો કરાય છે અને બાલ શિવ (આન તિવારી) સ્વર્ગમાં પાછું મોકલી દેવા માટે કલ્પવૃક્ષ ઈન્દ્ર ()ને સોંપે છે. બાલ શિવ અને ઈન્દ્રનો બચાવવાના લાખ પ્રયાસ છતાં તારકાસુર (કપિલ નિર્મલ) કલ્પવૃક્ષ પાછું મેળવવા અને તેને બરબાદ કરવા માટે હુમલો કરે છે. દેવી સરસ્વતી બાલ શિવને માહિતગાર કરે છે કે ફક્ત દસ મહાદેવી જ બ્રહ્માંડને બચાવી શકશે. કલ્પવૃક્ષને હાનિ પહોંચાડવામાં આવી છે તેને લીધે બ્રહ્માંડ પણ મુશ્કેલીમાં છે.
દસ મહાદેવી પાછળની વાર્તા વિશે બોલતાં શિવ્યા પઠાણિયા કહે છે,“દસ મહાદેવીની વાર્તામાં દસ દેવીના અવતારનો સમાવેશ થાય છે, જે દેવી પાર્વતીના અવતાર છે. તે મૃત્યુ, સમય અને પરિવર્તનની દેવી મા કાલી સાથે શરૂ થાય છે, જે રૌદ્ર અને મજબૂત વ્યક્તિત્વ ધરાવે છે. આ પછી દેવી તારા ઉત્તમ વિવેકવિચારની દેવી માનવામાં આવે છે.
દેવી કમલા મનોહરતા માટે જાણીતી છે અને તે સંપત્તિ, ભાગ્ય, શક્તિ, સૌંદર્ય, ફળદ્રુપતા અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. દેવી ત્રિપુરા સુંદરી દેવી પાર્વતીનું વિખ્યાત રૂપ છે, જે રાજરાજેશ્વરી, ષોડશ, કામાક્ષી અને લલિતા તરીકે પણ ઓળખાય છે. દેવી ભુવનેશ્વરી મા દુર્ગાનું રૂપ છે.
દેવી ચિન્મસ્ત જીવન આપનાર અને જીવન લેનાર એમ દેવાનાં બે પાસાંનું પ્રતિક છે. દેવી ભૈરવી ભૈરવની પત્ની છે. દેવી ધુમાવતીનું અશ્વરહિત રથ પર અથવા કાગડા પર સવારી કરતી જોવા મળે છે. દેવી બગલમુખી ત્રણ આંખ ધરાવે છે, જે ભક્તોને પરિપૂર્ણ જ્ઞાન આપતી હોવાનું મનાય છે અને દેવી માતંગી સંગીત અને શીખની દેવી માનવામાં આવે છે.”
દસ અલગ અલગ દેવીના રૂપ ભજવવાના અનુભવ વિશે બોલતાં એન્ડટીવી પર બાલ શિવમાં શિવ્યા પઠાણિયા ઉર્ફે દેવી પાર્વતી કહે છે,“મને દેવી પાર્વતીની ભૂમિકા પડદા પર ભજવવા મળી તે આશીર્વાદરૂપ લાગે છે. એક વાર્તામાં દસ અલગ અલગ દેવીનાં રૂપ ભજવવાનો મોકો ભાગ્યે જ કોઈને મળે છે.
આ મોટી જવાબદારી છે અને મોટો પડકાર પણ છે. દરેક દેવીના લૂક મેળવવા ભરપૂર પ્રયાસ અને લાંબો સમય લે છે. જોકે તે ફળદાયી છે અને શીખ પણ મળી છે. દરેક વખતે હું દરેક દેવીનું રૂપ ધારણ કરતી તેમ મારી અંદર ભરપૂર પ્રાણશક્તિ જોતી હતી, જેને લીધે મને શ્રેષ્ઠતમ આપવા અને દરેક પાત્ર સુંદર રીતે ભજવવા માટે ભરપૂર આત્મવિશ્વાસ મળતો હતો.
લેખક, ડાયરેક્ટર, ક્રિયેટિવ ટીમ, કોશ્ચ્યુમ ડિઝાઈનર, મેકઅપ આર્ટિસ્ટ અને દરેક સહિતની ટીમે દેવીના અવતારો અદભુત રીતે નિખરી આવે તે માટે ભરપૂર મહેનત લીધી છે. દરેક અવતારની ઉત્તમ વાર્તા છે અને સંપૂર્ણ અલગ લૂક છે, જેને લીધે જોવાની મજા આવશે અને આ રોમાંચક અનુભવ છે.
મેકઅપ અને કોશ્ચ્યુમ્સ ઉપરાંત મેં મારા હાવભાવ અને ડાયલોગ પર પણ બહુ કામ કર્યું છે, જે ખરેખર મારી અંદરથી શ્રેષ્ઠતમ બહાર લાવે છે. મને વિશ્વાસ છે કે દર્શકો અમારી સખત મહેનતની સરાહના કરશે અને આ વાર્તા મનઃપૂર્વક માણશે.”