બાળકના જન્મ પહેલા કરીનાના ઘરે ગિફ્ટ્સ આવવાની શરૂ
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન બીજી વખત માતા બનવા જઈ રહી છે. કરીના કપૂરની સાથે-સાથે તેના ફેન્સ પણ બીજા બાળકને વેલકમ કરવા માટે ખૂબ જ ઉત્સાહી જાેવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તો એવી અફવા પણ ઉડી હતી કે કરીના કપૂર ખાન હોસ્પિટલમાં દાખલ છે અને આજે તેના બીજા બાળકને જન્મ આપશે. પણ, કરીના કપૂર ખાનની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી એ વાતનો અંદાજાે લગાવી શકાય છે કે તે હાલ તેના ઘરમાં જ છે. કરીના કપૂર ખાન તેના બીજા બાળકને જન્મ આપે તે પહેલા જ તેના ઘરે ગિફ્ટ્સ આવવાની શરૂ થઈ ગઈ છે.
મોટી ગિફ્ટ્સથી લઈને ફૂલ, બેબી પ્રોડક્ટ્સ વગેરે તેના ઘરે આવવાના શરૂ થઈ ગયા છે. અહીં વિડીયોમાં કરીના કપૂરના ઘરે મોટી ગિફ્ટ્સનું પેકેટ જઈ રહેલું જાેવા મળી રહ્યું છે. પહેલા એવા પણ સમાચાર આવ્યા હતા કે કરીના કપૂર વેલેન્ટાઈન વીકમાં તેના બીજા બાળકને જન્મ આપશે પણ પછી તે ડોક્ટરના ક્લિનિકમાંથી ચહેરા પર સ્માઈલ સાથે બહાર આવતી જાેવા મળી હતી.
કરીના કપૂરે વર્ષ ૨૦૧૬ની ૨૦મી ડિસેમ્બરે તૈમૂરને જન્મ આપ્યો હતો, હાલ તૈમૂર ૪ વર્ષનો છે. કરીના કપૂર ખાન બીજી વખત માતા બનવા જઈ રહી છે. જ્યારે સૈફ અલી ખાન ચોથી વખત પિતા બનવા જઈ રહ્યો છે. ઈબ્રાહિમ અલી ખાન, સારા અલી ખાન તેના સંતાનો છે.