બાળકને જાેઈ બધું દુઃખ અને પીડા ભૂલી ગયા: અંકિત

મુંબઈ, ટીવી એક્ટર અંકિત ગેરા અને તેની NRI પત્ની રાશિ પુરી પેરેન્ટ્સ બની ગયા છે. ગત વર્ષે જૂન મહિનામાં નાઈજિરિયાની રાશિ પુરી સાથે લગ્ન કરનાર અંકિત આ વર્ષે જૂન મહિનામાં દીકરાનો પિતા બન્યો છે. પહેલી વેડિંગ એનિવર્સરીના પાંચ દિવસ બાદ ૧૦ જૂને અંકિત ગેરા અને રાશિ પુરી પેરેન્ટ્સ બન્યા છે.
દીકરાના જન્મથી અંકિત અને રાશિ બંને ખૂબ ખુશ છે. પિતા બન્યા બાદ અંકિતે ખુશી વ્યક્ત કરતાં ઈટાઈમ્સ ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, “જ્યાં સુધી તમે પોતે પેરેન્ટ ના બનો ત્યાં સુધી આ વાતની ખુશીનો અંદાજાે નથી લગાવી શકાતો. જ્યારે તમે પોતાના બાળકને પહેલીવાર જુઓ છો ત્યારે બધી જ ચિંતાઓ દૂર થઈ જાય છે. મને આનંદ છે કે મારો દીકરો મને માસ્ક વિના જાેઈ શકશે (હસે છે).
જાેકે, હવે કેસ વધી રહ્યા છે ત્યારે અમે હોસ્પિટલમાં દાખલ થતાં પહેલા પણ પૂરતી તકેદારી રાખી હતી અને હાલ પણ ધ્યાન રાખી રહ્યા છીએ. ડિલિવરી રૂમમાં અંકિત પોતાની પત્ની સાથે હતો. તેઓ આતુરતાથી પોતાની ખુશીઓના ખજાનાની રાહ જાેઈ રહ્યા હતા.
અંકિતે આગળ કહ્યું, રાશિને ૧૬ કલાક સુધી લેબર પેઈન રહ્યું, તેને અસહ્ય દુઃખાવો થઈ રહ્યો હતો. એક ક્ષણે તો હું એટલી નિઃસહાયતા અનુભવતો હતો કે રૂમની બહાર નીકળીને રડી આવ્યો હતો. પરંતુ જ્યારે અમારો દીકરો જન્મ્યો ત્યારે તેને જાેતાં જ અમે બધી પીડા ભૂલી ગયા.
અંકિતા પોતાના બાળકને હનીમૂન બેબી ગણાવી રહ્યો છે. તેણે કહ્યું, મારા લગ્ન લોકડાઉન દરમિયાન થયા હતા. જેથી હું અને રાશિ ક્યાંય ફરવા ના જઈ શક્યા. એ વખતે મને એક શો ઓફર થયો હતો એટલે મેં તાત્કાલિક તેનું શૂટિંગ શરૂ કરવું પડ્યું. અમે મુંબઈ આવ્યા ત્યારે વિચાર્યું હતું કે થોડા મહિના અહીં રહીશું. દરમિયાન, રાશિ પ્રેગ્નેન્ટ થઈ એટલે અમે પહેલા ત્રણ મહિના સુધી તો દિલ્હી જઈ જ ના શક્યા.
અમે અહીં રહ્યા એ સારું થયું (હસે છે). એટલે હા, અમારું આ બાળક હનીમૂન બેબી છે. શું કપલે નામ નક્કી કરી દીધું છે? જવાબ આપતાં અંકિતે કહ્યું, નામને લઈને ખાસ્સી મૂંઝવણો છે. અમે બાળકના વિકાસને મોનિટર કરવા માટે પ્રેગ્નેન્સી વખતે એક એપ વાપરતા હતા અને રાશિ બાળકને બેબી એ કહેતી હતી.
અમે હજી નામ નથી પાડ્યું પણ હાલ તો બધા તેને લિટલ એ કહે છે. અંકિત ગેરાએ ટીવી શો ‘માહી વે’થી પોતાનું કરિયર શરૂ કર્યું હતું.
‘મહારક્ષક દેવી’, ‘સંતોષી મા’, ‘અગ્નિફેરા’, ‘છોટી સરદાર’ની જેવી કેટલીય સીરિયલોમાં અંકિત કામ કરી ચૂક્યો છે. જાેકે, ટીવી શો ‘સપનેં સુહાને લડકપન કે’માં મયંક ગર્ગના રોલ દ્વારા અંકિતને ખૂબ પોપ્યુલારિટી મળી હતી. એક્ટ્રેસ રૂપલ ત્યાગી સાથેની તેની જાેડી ફેન્સને ખૂબ પસંદ હતી. અંકિત બિગ બોસ ૯માં પણ જાેવા મળ્યો હતો.SS1MS