બાળકને સંભાળવા મુશ્કેલ છે કે પત્નીને, શાહીદને પ્રશ્ન
મુંબઈ, બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરની પાછલા લાંબા સમયથી કોઈ ફિલ્મ રીલિઝ નથી થઈ. જાે કે, ડિસેમ્બરમાં શાહિદની ફિલ્મ જર્સી થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. શાહિદ કપૂર ભલે ફિલ્મી પડદાથી દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તે ઘણો સક્રિય રહે છે. તે પોતાના પરિવારને લગતા અપડેટ્સ પણ ઘણીવાર ફેન્સ સાથે શેર કરે છે. તાજેતરમાં જ તેણે ટિ્વટર પર ક્વેશ્ચન એન્ડ આન્સર સેશન રાખ્યો હતો.
આ સેશન દરમિયાન ફેન્સ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના તેણે જવાબ આપ્યા હતા. શાહિદ કપૂરના ટિ્વટર હેન્ડલ પર એક ફેને જે સવાલ કર્યો તેનો શાહિદ કપૂરે મજાનો જવાબ આપ્યો છે. શાહિદ કપૂરને પ્રશ્ન કરવામાં આવ્યો કે, બાળકનો સંભાળવા વધારે મુશ્કેલ છે કે પત્નીને? શાહિદ કપૂરે આ પ્રશ્નના ઉત્તરમાં યુઝરને કહ્યું કે, લાગે છે તમારા લગ્ન નથી થયા. આ યુઝરે શાહિદનો જવાબ વાંચીને લખ્યું કે, સર હું તો હજી ૨૦ વર્ષનો છું, આ તો પોતાની જાતને અત્યારથી તૈયાર કરવા માટે આ પ્રશ્ન કર્યો હતો. તમારા જવાબે મારો દિવસ સુધારી દીધો.
શાહિદ કપૂરને તેના ફેન્સે ઘણાં પ્રશ્નો પૂછ્યા અને શાહિદે બધાને ઉત્તર પણ આપ્યા. એક ફેને શાહિદને પૂછ્યું કે, રિતિક રોશન માટે એક શબ્દમાં શું કહેશો? શાહિદ કપૂરે જવાબ આપ્યો કે, ૫ ૪ ૩ ૨ ૧ બેંગ બેંગ.
મને તેમને સ્ક્રીન પર જાેવા ગમે છે. અન્ય એક ફેન દ્વારા શાહિદને પૂછવામાં આવ્યું કે, વેબ સીરિઝ ધ ફેમિલી મેન ૨માં સામંથાના પર્ફોમન્સ વિષે શું કહેશો? અભિનેતાએ જવાબ આપ્યો કે, મને તેમનું પર્ફોમન્સ ગમ્યું. મને કોઈ દિવસ તેમની સાથે કામ કરવાનું ગમશે.
ઉલ્લેખનીય છે કે ઘણી મોટી ફિલ્મો થિયેટર્સ ખુલવાની રાહ જાેઈ રહી હતી. મહારાષ્ટ્ર સરકાર દ્વારા થિયેટર્સ કાર્યરત કરવાની જાહેરાત કરવામાં આવી તો હવે મેકર્સ પોતાની ફિલ્મોની રીલિઝ ડેટ જાહેર કરી રહ્યા છે. શાહિદ કપૂરની ફિલ્મ જર્સી પણ આ જ વર્ષે પહેલી ડિસેમ્બરના રોજ રીલિઝ કરવામાં આવશે. આ ફિલ્મના ડિરેક્ટર ગૌતમ તિન્નૌરી છે. ફિલ્મ જર્સીમાં શાહિદ કપૂરની સાથે સાથે મૃણાલ ઠાકુર અને પંકજ કપૂર પણ મહત્વની ભૂમિકામાં જાેવા મળશે.SSS