બાળકીઓ ઉપર થતા દુષ્કર્મના જધન્ય અપરાધો સામે રાજય સરકાર અત્યંત સંવેદનશીલ: હર્ષ સંઘવી

ગાંઘીનગર, ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજયમાં બાળકી ઉપર થતા દુષ્કર્મ સામે રાજય સરકાર અત્યંત સંવેદનશીલ છે. આવા કેસો સામે કેન્દ્ર અને રાજય સરકારે જીરો ટોલરન્સની નીતિ અપનાવી અસરકારક કામગીરી કરી છે.
જેના પરિણામે ગુજરાતમાં માત્ર એક જ માસના ટુંકા ગાળામાં પોકસોના ત્રણ કેસો ઉકેલી ગુનેગારોને કડકમાં કડક સજા અપાવીને દેશને રાહ ચિંધ્યો છે.
મંત્રી સંઘવીએ સુરતના પાંડેસરા ખાતે અઢી વર્ષની બાળકી ઉપર થયેલા દુષ્કર્મ અને હત્યા સંદર્ભે ન્યાયતંત્ર દ્વારા જે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે ત્યારે ન્યાયતંત્ર અને ગુજરાત પોલીસને અભિનંદન પાઠવતા કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેનદ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ દ્વારા પોકસો કેસ સંદર્ભે જીરો ટોલરન્સની નીતિથી કામગીરી કરવા વિવિધ રાજયોની ડી.જી.પી. કોન્ફરન્સ અને અન્ય બેઠકોમાં કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે.
તે સંદર્ભે ગુજરાત સરકારે શ્રેષ્ઠ કામગીરી કરી દેશમાં સરાહનીય કામ કર્યુ છે. મંત્રી સંઘવીએ ઉર્મેયુ કે, રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયની મહિલાઓને વધુને વધુ સુરક્ષિત કરવા રાજય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યુ છે જેના પરિણામે આ સફળતા મળી છે.
તેમણે મહિલાઓને વિશ્વાસ અપાવતા કહ્યું કે, ભવિષ્યમાં પણ આવા બનાવ ન બને તે માટે રાજય સરકાર હર હંમેશ ચિંતિત છે. મંત્રીએ ઉમેર્યુ કે, સુરતના પાંડેસરા ખાતે અઢી વર્ષની બાળકી પર થયેલ દુષ્કર્મ અને હત્યા કેસ ગુજરાત પોલીસ તેમજ તેની સાથે સંકળાયેલ એજન્સીઓ મેડિકલ ટીમ અને એફ.એસ.એલ.ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
આવા જધન્ય ગુનાઓમાં ન્યાયતંત્ર દ્વારા પણ ખૂબ ત્વરીત ન્યાય આપીને ભારતના ન્યાયતંત્રમાં ખૂબ સારૂ ઉદાહરણ પુરૂ પાડયું છે. તેમણે ઉમેર્યુ કે, ચોથી નવેમ્બરના રોજ અજાણ્યા વ્યક્તિ દ્વારા અઢી વર્ષની બાળકીનું અપહરણ થયાની ફરીયાદ નોંધાઇ હતી.
બાળકી ગુમ થયાની ગંભીરતાને ધ્યાને લઇને સ્થાનિક પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનેથી મદદ મેળવી ૨૦૦ થી ૨૫૦ જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમ બનાવીને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગુનાની તપાસ દરમિયાન ગુનાવાળી જગ્યાની નજીકના સી.સી.ટી.વી. કેમેરાના આધારે પોલીસ ટીમ દ્વારા આ કેસના આરોપી ગુરૂકુમાર મધેશ યાદવની ધરપકડ કરી દિન -૩ ની કસ્ટડી રીમાન્ડ મેળવ્યા હતા. અને માત્ર પાંચ જ દિવસમાં એફ.એસ.એલ.નો રીપોર્ટ મેળવીને સાત દિવસની અંદર ૨૪૬ પાનાની ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજુ કરાઇ હતી. ચાર્જશીટ થયાના માત્ર ૨૧ દિવસમાં કોર્ટ દ્વારા ટ્રાયલ પુર્ણ કરી કેસના આરોપીને દોષિત ઠેરવી, આરોપીનેફાસીની સજા તેમજ રૂા. ૨૦ લાખનો દંડ ફરમાવ્યો છે.HS