બાળકીની સર્જરી કરીને તબીબોએ નવજીવન આપ્યું
અમદાવાદ: સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા ભાગ્યે જ જાેવા મળતી ‘કોએનલ એટ્રેસિયા’ સર્જરી કરવામાં આવી છે. જેથી જન્મજાત શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહેલી નવજાત બાળકીને નવજીવન મળ્યું છે. લોકડાઉન દરમિયાન પણ બાળ સર્જરી વિભાગે સંખ્યાબંધ સર્જરી કરીને બાળકોને નવજીવન આપ્યું હતું. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ૨૨ વર્ષીય આરતીબેનને ત્યાં એક બાળકીનો જન્મ થયો હતો. સામાન્ય પ્રસુતિ અને સામાન્ય વજન સાથે જન્મેલા નવજાતને જન્મજાત જ એકાએક શ્વસનદર વધવા લાગ્યો
જે ઘણો અપ્રમાણસર થઈ ગયો હતો. આ જાેઈને તેના માતા-પિતા ચિંતિત બન્યા. દીકરીની સારવાર માટે તેઓ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેને ઓક્સિજન સપોર્ટ પર રાખીને શ્વસનતંત્ર પર નિયંત્રણ મેળવવા પ્રયાસ કરાયો. પરંતુ ડોક્ટર્સને આ બીમારી ગંભીર જણાતા બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાસે ખસેડવામાં આવી હતી. અહીં સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના નિષ્ણાંત તબીબ ડો. બેલા શાહના યુનિટ અંતર્ગત તેને દાખલ કરીને ઓક્સિજન પર રાખવામાં આવી. બાળકીની સ્થિતિ સ્થિર થતા ડોક્ટર્સે તેને નાકવાટે નળી દાખલ કરીને ખોરાક આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ નળી ૩થી ૪ સેન્ટિમીટરથી આગળ જતી નહોતી.
એવામાં તબીબોએ સચોટ નિદાન માટે માથા અને ગળાનું સ્કેન કરાવ્યું, જેમાં બાળકીને દ્વીપક્ષી કોએનલ એટ્રેસિયા હોવાનું સામે આવ્યું. નોંધનીય છે કે તાજા જન્મેલા બાળકો ફક્ત નાકથી જ શ્વાસ લઈ શકે છે, તેઓ મોઢા મારફતે શ્વાસ લઈ શકતા નથી. બાળક રડે ત્યારે જ શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય છે. જે કારણોસર આ સર્જરી ખૂબ જ મહત્વની હતી. એવામાં સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગા વડા ડો. રાકેશ જાેષી અને તેમની ટીમ દ્વારા બાળકીના જન્મના સાતમા દિવસે સર્જરી હાથ ધરવામાં આવી.
જેમાં નાકના બંને નસકોરાના માર્ગ દ્વારા ૩.૫ મી.મી એન્ડોસ્કોપ દાખલ કરવામાં આવ્યું. નાકના પાછળના બંને ભાગના નસકોરા સુધી પહોંચવામાં તકલીફ પડી રહી હતી જેથી દ્રષ્યમાન હાડકાના ભાગને સાવચેતીપર્વક કાપીને એન્ડોસ્કોપ પહોંચી શકવા માટે માર્ગ બનાવવામાં આવ્યો. જેથી નસકોરા અને ફેરીકસ વચ્ચે સાતત્યનું નિર્માણ થઈ શકે.