બાળકીની PM નરેન્દ્ર મોદીને ભણતરના ભાર અંગે ફરિયાદ

ભણતરના ભાર અંગેની બાળકીની ફરિયાદ પર ગવર્નરે તાત્કાલિક પગલા ભર્યા, લોકોની આંખમાં આંસુ આવ્યા
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક નાનકડી બાળકીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ બાળકી એટલી માસૂમતાથી પોતાની વાત કહી રહી છે કે દરેક લોકો તેને સાંભળીને ભાવુક થઈ રહ્યા છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ૬ વર્ષની બાળકી કાશ્મીરની રહેવાસી છે. કોરોના કાળમાં ઓનલાઈન ક્લાસિસથી બાળકો કંટાળી ગયા છે. આ બાળકી પણ એટલી કંટાળી ગઈ છે કે ભાવુક અપીલ કરી રહી છે. વિડીયોમાં માસૂમ બાળકી કહી રહી છે, અસ્સલામ વાલેકુમ મોદી સાહેબ, હું એક છોકરી બોલી રહી છું. હું ઝૂમ ક્લાસની વાત કહી શકું છું.
બાળકી કહી રહી છે કે જે ૬ વર્ષના બાળકો હોય છે તેમને વધારે કામ રહે છે. પહેલા અંગ્રેજી, ગણિત, ઉર્દૂ, ઈવીએસ અને તે પછી કમ્પ્યુટરના ક્લાસ. મારા ક્લાસ ૧૦ વાગ્યાથી ૨ વાગ્યા સુધી ચાલે છે. આટલું કામ તો મોટો બાળકો પાસે હોય છે. બાળકીનો વિડીયો વાયરલ થયા બાદ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાએ એક્શન લીધા છે. તેમણે લખ્યું છે કે ઘણી જ માસૂમ ફરિયાદ છે.
સ્કૂલ બાળકો પર હોમવર્કનો ભાર ઓછો કરવા માટે સ્કૂલ શિક્ષા વિભાગને ૪૮ કલાકમાં નીતિ બનાવવાનો નિર્દેશ કર્યો છે. બાળકનું માસૂમપણું ભગવાનનો ઉપહાર છે અને તેમના દિવસો જીવંત અને આનંદથી ભરેલા હોવા જાેઈએ. જમ્મુ-કાશ્મીરની ૬ વર્ષની બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપેલા સંદેશમાં જણાવ્યું કે, કઈ રીતે બાળકો કંટાળી રહ્યા છે. જ્યારથી લોકડાઉન લાગ્યું છે અને કોરોના આવ્યો છે
ત્યારથી ઓનલાઈન ક્લાસિસ ચાલી રહ્યા છે. બાળકોના મગજ પર તેની ભારે અસર પડી રહી છે. સ્કૂલોમાં બાળકો રમે છે, કૂદે છે અને એક બીજા સાથે વાત કરે છે, તો તેમને ભણવાનું ભારણ નથી લાગતું, પરંતુ હવે ઓનલાઈન ક્લાસિસથી બાળકો કંટાળી ગયા છે. માસૂમ બાળકીએ કહ્યું કે આટલો ભાર બાળકો પર શા માટે નાખવામાં આવી રહ્યો છે. બાળકીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ૧.૪૪ સેકન્ડનો છે. અત્યાર સુધીમાં તેને લગભગ ૪ લાખથી પણ વધારે લોકો જાેઈ ચુક્યા છે. આ સિવાય ઘણાં યુઝર્સ દ્વારા આ વિડીયોને શેર પણ કરવામાં આવ્યો છે.