બાળકીને કિડનેપ કરનારા આરોપીને પોલીસે ઝડપ્યા
સુરત, પોતાને દીકરી નહિ હોવાને લઈને પાડોસીની અઢી મહિના પહેલા ૩ વર્ષની દીકરીને સુરત ના પાંડેસરા વિસ્તારમાંથી અપહરણ કરી પોતાના કુટુંબી મામાનાં ઘરે રાખીને દીકરીની જેમ રાખતો ઈસમ વિરુદ્ધ બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી.
જાેકે બાળકીનો ફોટો કે આરોપી કોઈ વિગત નહિ હોવા છતાંય પોલીએ બાળકીને છોડાવીને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. બનાવની વિગતો એવી છે કે સુરતમાં આજથી અઢી મહિના પહેલાં પાંડેસરાના ગોવાલક નગર ખાતે ક્ષેત્રપાલ નગરમાં રહેતો ઝારખંડના પરિવારની ૩ વર્ષની બાળકી અચાનક ગુમ થઇ જવાની તેના પાલક પિતાએ ફરિયાદ આપી હતી. જાેકે પડોસમાં રહેતો સંજય રાવળ નામનો યુવાન બાળકીને લઇ ગયા બાદ બાળકી ગુમ થઈ હતી.
જાેકે પિતાએ જયારે પોલીસ ફરિયાદ કરી ત્યારે પાલક પિતાએ પોલીસને જાણકારી આપી હતી કે પાડોસી સંજયે હું ઈશિતાને થોડીવાર રમાડવા લઈ જાઉં છું એમ કહીને લઇ ગયો હતો. જાેકે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી પણ પોલીસ માટે સમગ્ર કેસમાં સૌથી મોટી મુશ્કેલી એ હતી કે આરોપીનો ફોટોગ્રાફ અને કોઈ ચોક્કસ સરનામું ન હતું એટલું જ નહીં નિશ્ચિત આનો પણ કોઈ ફોટો ન હોવાથી કેવી રીતે તપાસ કરવી તે એક મોટો પ્રશ્ન હતો.
પોલીસે આ અંદાજે ૧૦ હજાર કરતાં વધારે અલગ અલગ ભાષાઓમાં પોસ્ટર છપાવીને નિશિતા ના ગુમ થયા અંગે લોકો સુધી માહિતી પહોંચાડી હતી. આરોપી સંજય રાવળ કેટરીંગના વ્યવસાય સાથે સંકળાયેલો હોય પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તમામ કેટરીના સાથે જાેડાયેલા લોકોના નિવેદનો લેવાના શરૂ કર્યા હતા.