બાળકીને ઘરમાં બોલાવીને વૃદ્ધે દુષ્કર્મનો પ્રયાસ કર્યાે

પ્રતિકાત્મક
પોલીસે વિકૃત વૃદ્ધને ઝડપી પાડ્યો
આરોપી વૃદ્ધ ઘણા સમયથી સગીરાને ઘરે બોલાવતો હતો, બાદમાં અડપલાં કરીને દુષ્કર્મનો પ્રયાસ કરતો હતો
અમદાવાદ,સરસપુરમાં રહેતી સગીરા સાથે વૃદ્ધ પાડોશીએ અડપલાં કરીને દુષ્કર્મનો પ્રયાસ કર્યાે હતો. આરોપી વૃદ્ધ ઘણા સમયથી સગીરાને ઘરે બોલાવતો હતો. બાદમાં અડપલાં કરીને દુષ્કર્મનો પ્રયાસ કરતો હતો. બે દિવસ પહેલા પણ વૃદ્ધે આ પ્રકારની હરકત કરતા સગીરાએ ઘરે જાણ કરી હતી. તેથી મામલો પોલીસસ્ટેશન પહોંચતા શહેરકોટડા પોલીસે વૃદ્ધની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ ચારથી પાંચ વખત સગીરાને ઘરે બોલાવીને આ પ્રકારની હરકત કરી હોવાનું જણાયું છે. સરસપુરમાં રહેતી ૪૦ વર્ષીય મહિલાની ૯ વર્ષીય પુત્રી ધો.૩માં અભ્યાસ કરે છે.
તા. ૨૮મીએ આ મહિલાના જેઠની દીકરી ઘરે આવી ત્યારે તેણે જણાવ્યું કે ૯ વર્ષીય સગીરા કેટલાક બાળકો સાથે રમતી હતી ત્યારે તે અંદરો અંદર વાત કરતી હતી કે ઘર પાસે રહેતા દાદાએ તેને ઘરમાં બોલાવીને કપડાં ઉતારીને ગંદુ કામ કર્યુ હતું. માતાએ પુત્રીને બોલાવીને પૂછપરછ કરતા સગીરાએ કબૂલાત કરી કે ઘર પાસે રહેતા વૃદ્ધે તેને ઘરે બોલાવીને કપડાં ઉતારીને ચુંબન કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યાે હતો.જોકે, સગીરાએ બૂમાબૂમ કરતા આરોપીએ તેને રૂ. ૨૦ વાપરવા આપીને મોકલી દીધી હતી. શહેર કોટડા પોલીસે ગુનો નોંધી વૃદ્ધની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા તેણે ચારથી પાંચ વખત આ પ્રકારની હરકત કરી હતી અને મારવાની ધમકી આપી હતી. પોલીસે વૃદ્ધના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.ss1