Western Times News

Gujarati News

બાળકી પર રેપ કરી હત્યા કેસમાં આરોપીને ફાંસી

સુરત, દસ વર્ષની બાળકીને વડાપાંઉ ખવડાવવાની લાલચ આપીને તેનો રેપ કર્યા બાદ હત્યાકરનારા દિનેશ બૈસાણેને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ગયા સપ્તાહમાં જઆરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. સરકાર પક્ષે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેરગણાવી તેને મોતની સજા આપવાની માગ કરવામાં આવી હતી.

આરોપીના ફોનમાંથી પણતપાસ દરમિયાન અશ્લીલ વિડીયો મળી આવ્યા હતા, જેની પણ કોર્ટે ગંભીર નોંધ લીધીહતી. નરાધમ દિનેશ બૈસાણે ૨૭ વર્ષની વયનો છે. તેણે ૭ ડિસેમ્બર ૨૦૨૦ના રોજબાળકીનો રેપ કરીને તેના માથામાં ઈંટ મારી તેની હત્યા નીપજાવી હતી.

સેકન્ડએડિશનલ સેશન્સ જજ અને પોક્સો સ્પેશિયલ જજ એન.એ. અંજારિયાની કોર્ટે દિનેશબૈસાણેને ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે ૧૦ દિવસમાં જ ૩૨ સાક્ષીઓનેતપાસીને ઝડપથી ટ્રાયલ પૂરી કરી હતી. આ કેસમાં કોર્ટમાં પોલીસ દ્વારા ૨૩૨ પાનાંની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

પોલીસે આ કાર્યવાહી ક્રાઈમ થયાના ૧૫ દિવસમાં પૂર્ણ કરી હતી. જેમાં ૬૯ સાક્ષી અને પુરાવાની નોંધ લેવામાં આવીહતી. પુરાવામાં પીડિતા અને આરોપીના ડીએનએ પ્રોફાઈલિંગનો સમાવેશ થાય છે. આઉપરાંત, એક સીસીટીવી વિડીયો પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો, જેમાં દિનેશબાળકીને લઈ જતો દેખાતો હતો.

કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા સાયન્ટિફિકપુરાવામાં પીડિતાના કપડાં પરથી મળેલા લોહીના ડાઘ, આરોપીના શરીર પર બચકુંભર્યાનું તેમજ નખ માર્યાના નિશાનનો સમાવેશ થાય છે. આ કેસમાં એક રિક્ષાવાળોતેમજ વડાપાંવની દુકાન પર કામ કરતા વ્યક્તિ મહત્વના સાક્ષી હતા. બંનેએઆરોપીને ઓળખી બતાવ્યો હતો. દિનેશ છોકરીને ૯ ડિસેમ્બરના રોજ તેના ઘરેથીવડાપાંવ ખવડાવવાની લાલચે બહાર લઈ ગયો હતો.

છોકરીને ઘરની બહાર લઈ જઈદિનેશ તેને એક અવાવરું સ્થળે લઈ ગયો હતો, જ્યાં તેણે તેના પર રેપ કરવાનોપ્રયાસ કર્યો હતો. છોકરીએ બૂમાબૂમ કરતાં દિનેશને પોતે પકડાઈ જશે તેવો ડરલાગ્યો હતો, જેના કારણે તેણે પીડિતાની હત્યા કરી નાખી હતી. ઉલ્લેખનીય છેકે, પીડિતાને સ્કૂલમાં ગુડ ટચ અને બેડ ટચ વિશે ટ્રેનિંગ અપાઈ હતી.

જેનાપરિણામે તે દિનેશના ઈરાદા પારખી ગઈ હતી, અને તેણે પોતાનો બચાવ કરવા પ્રયાસકર્યા હતા. મોતને ભેટેલી પીડિતાના માતાપિતા મજૂરી કરે છે. તેઓ બાળકીનેપોતાના સંબંધીના ઘરે મૂકીને કામ પર જતા હતા. દિનેશ બાળકીના સંબંધીના ઘરનીબાજુમાં જ રહેતો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.