Western Times News

Gujarati News

બાળકી સાથે મિત્રતા કેળવી યુવકે દુષ્કર્મ આચર્યું

રાજકોટ, અવારનવાર બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા રાજ્ય શરમજનક સ્થિતિમાં મુકાઇ રહ્યું છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટના ઉપલેટામાં બન્યો છે. ઉપલેટામાં ૧૨ વર્ષની બાળકીને પ્રેમજાળમાં ફસાવીને મુકેશ ભરતભાઈ સોલંકી નામના યુવકે દુષ્કર્મ ગુજાર્યું છે. આ અંગેની ફરિયાદ ઉપલેટા પોલીસ મથકમાં નોંધાઇ છે. આ કેસમાં પોલીસે ૨૨ વર્ષના યુવક મુકેશને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે, સુરતમાં ૧૦ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આરોપી મુકેશ વડલી ચોક નજીક ચાની હોટલમાં કામ કરે છે. જ્યાં કામ કરતા તેની નજર ૧૨ વર્ષની બાળકી પર બગડી હતી. બાળકીને પોતાની વાતોમાં ફસાવીને તેની સાથે મિત્રતા કેળવી હતી. તે બાળકીને ચોકલેટ, નાસ્તો કરાવતો હતો.

જેથી બાળકી આ નરાધમની વાતોમાં આવીને તેના પરિવારનો મોબાઇલ નંબર લઇને તેની સાથે સંપર્કમાં રહેતો હતો. આ દીકરી ટ્યુશનમાં જાય તો ત્યાં પણ તેને મળતો હતો. બાળકી ગઇકાલે સાંજે ચારથી છ ટ્યુશનમાં ગઇ હતી પરંતુ ત્યાંથી ઘરે સમયસર પાછી આવી ન હતી. જેના કારણે પરિવારજનો ચિંતામાં આવી જઇને બાળકીને શોધવા લાગ્યા હતા.

જે બાદ દીકરી ન મળતા પોલીસમાં પણ જાણ કરી હતી. જે બાદ રાતે ૯ વાગ્યાની આસપાસ આરોપી મુકેશ બાળકીને બાઇક પર તેના ઘર પાસે મુકીને ભાગી ગયો હતો. દીકરીને જાેતા પરિવારને હાશકારો થયો હતો. જે બાદ દીકરીને પૂછયું કે કેમ મોડું થયું. ત્યારે દીકરી રડી પડી હતી અને આપવીતી સંભળાવી હતી. જે સાંભળતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. પરંતુ પરિવારે હિંમત રાખીને આ અંગેની પોલીસમાં જાણ કરી હતી.

પોલીસને જાણ કરાતા ઘટનાની ગંભીરતા જાેઇને આ અંગેનો ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડ્યો હતો. જે બાદ કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપીના રિમાન્ડ લેવાની પણ તજવીજ હાથ ધરી છે. સુરતમાં ૧૦ વર્ષની બાળકી પર દુષકર્મ ગુજારીને હત્યા કરનાર આરોપી દિનેશ બૈસાણેને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.

આરોપીએ વડાપાઉં ખવડાવવાની લાલચ આપીને ઉધના બીઆરસી કમ્પાઉન્ડની ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચરીને હત્યા કરી હતી. આ જઘન્ય કૃત્ય કરનાર આરોપી દિનેશ બૈસાણે વિરુધ્ધ પોલીસે ૧૫ જ દિવસોમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ સ્પીડી ટ્રાયલમાં મહત્વના કુલ ૪૫ જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફુટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારના માતા પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ ઘટના ૭ ડિસેમ્બરના રોજ બની હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.