બાળકોના ભોજનમાં મરેલી ગરોળી નીકળી, ૮૦ બિમાર

બેંગલોર, ભારતમાં લાખો બાળકોને સરકારી સ્કૂલોમાં રોજ ભોજન આપવામાં આવે છે અને તેમાં બેદરકારીના કિસ્સા પણ સામે આવતા રહે છે.
કર્ણાટકના હાવેરી જિલ્લાના એક ગામની સરકારી સ્કૂલમાં બાળકોને અપાયેલા ભોજનમાં મરેલી ગરોળી મળી આવી હતી અને આ ભોજન ખાવાથી ૮૦ જેટલા બાળકો બીમાર થઈ ગયા હતા. આ બાળકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
જાેકે કોઈની તબિયત વધારે ખરાબ નહીં હોવાથી બાદમાં તમામને રજા આપવામાં આવી હતી. જાેકે જિલ્લા તંત્ર દ્વારા સ્કૂલને બેદરકારી દાખવવાના આરોપમાં નોટિસ આપી છે.આ પહેલા તામિલનાડુની એક સરકારી સ્કૂલમાં પણ સડેલા ઈંડા બાળકોને ભોજનમાં અપાયા હતા.જેમાં કિડા પડેલા હતા.SSS