બાળકોની કસ્ટડીનો વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો
અમદાવાદ, સુરતના પતિ-પત્નીના બાળકોની કસ્ટડીનો વિવાદ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ઉચ્ચ સરકારી હોદ્દા ધરાવતા પતિ અને પત્નીએ તેમના બે બાળકો (પુત્ર અને પુત્રી)ની કસ્ટડીના કેસમાં હાઈકોર્ટે બંને પક્ષોની દલીલ બાદ બાળકોનો કબજાે હાલ માતા પાસે રહેવા દેવાનો આદેશ કર્યો છે, જ્યારે પિતાને દર શનિવારે મળવા માટેનો હક આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે એમ પણ નોધ્યું છે કે, જ્યાં સુધી કોર્ટ કસ્ટડી કે વિઝિટેશન રાઈટના મુદ્દે અંતિમ ર્નિણય ન કરે ત્યાં સુધી બંને પક્ષ (પતિ-પત્ની) જવાબદાર વાળી તરીકે વર્તન કરે. આ કેસ સુરતનો છે, પત્ની અત્યારે સુરતમાં પોસ્ટેડ છે અને પતિ ભાવનગરમાં ફરજ પર છે. જેમાં મુખ્યત્વે પત્નીએ પોતાના પુત્રને કોર્ટ સામે હાજર કરવા માટે હોબિયસ કોર્પસની અરજી કરી હતી. જેમાં પુત્રને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મામલો મીડિયેશન સેન્ટર સમક્ષ મોકલવામાં આવ્યો હતો, જ્યાં પિતા તેના પુત્રને લઈને આવ્યા હતા અને માતા અને બહેન સાથેની મુલાકાત ગોઠવાઈ હતી. પરંતુ આ મધ્યસ્થી સફળ નહોતી થઈ અને દંપતીએ હાઈકોર્ટમાં કસ્ટડી અને વિઝિટેશન માટેની વચગાળાની રાહત માંગી હતી. ત્યારબાદ કોર્ટે પુત્રની કસ્ટડી માતાને સોંપાવાનો આદેશ કર્યો હતો.
થોડા સમય બાદ ફરીથી કોર્ટ સમક્ષ સુનાવણી થતાં કોર્ટે બંને બાળકો સાથે ચર્ચા કરી હ તી અને પિતા તરફથી વકીલે જ્યાં સુધી સંબંધિત કોર્ટ અંતિમ ર્નિણય ન કરે ત્યાં સુધી પુત્રની કસ્ટડી માતા પાસે રહે તો કોઈ વાંધો નથી એવી રજૂઆત કરી હતી.
પરંતુ સાથે પિતાને મુલાકાત માટે મંજૂરી આપવામાં આવે તેવું પણ કહ્યું હતું. પુત્રીની કસ્ટડી પહેલેથી જ માતા પાસેથી હોવાથી બંને બાળકો જ્યાં સુધી નીચલી કોર્ટ અંતિમ ર્નિણય નહીં કરે ત્યાં સુધી માતા પાસે જ રહેશે તેવું અવલોકન કરીને હાઈકોર્ટે રિટનો નિકાલ કર્યો હતો.SSS