બાળકોને કાર્ટૂન-ગેમ્સથી હવે શિસ્તના પાઠ ભણાવાશે
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સોશીયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી લોકોનો અભિપ્રાય માગ્યો
ગાંધીનગર, રાજ્યની પ્રાથમિક શાળાના બાળકોને શિસ્ત અને સંસ્કારના પાઠ ભણાવવા માટે બાળકોને પ્રિય એવા કાર્ટૂન અને ગેમનો ઉપયોગ કરવા સંદર્ભે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સોશીયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી લોકોનો અભિપ્રાય માંગ્યો છે.
રાજ્યના શિક્ષણંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરેલી ફેસબુક પોસ્ટમાં પ્રજાનો અભિપ્રાય માગતા જણાવ્યું છે કે અચાનક આવી ગયેલ કોરનાની પરિÂસ્થતિને કારણે આજે સૌને સ્પર્શતા બધા જ ક્ષેત્રો ઉપર એ આર્થિક, સામાજિક, રાજકીય કે શૈક્ષણિક હોય આ અસરમાંથી સંપૂર્ણપણે ક્યારે બહાર આવીશું એ આજદિન સુધી કોઈ કહી શકે તેમ નથી.
આ સંજાગોમાં શિક્ષણમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણમાં ફીઝીક્સ અને ડીજીટલ એમ બે પદ્ધકિ કોઈ જગ્યાએ વિચારણા હેઠળ છે પરંતુ ગુજરાત સરકારે છેલ્લા ૩ મહિનાથી બંને પદ્ધતિનો સમન્વયની શરૂઆત કરી છે અને ટુંક સમયમાં સફળતા મળી છે. મોટી ઉંમરના બાળકોમાં આ પદ્ધતિ વહેલી સેટ થશે પરંતુ ૧ થી ૫માં ધોરણ સુધી ઓનલાઈન કરવું કે ન કરવું તે મુદ્દો ચર્ચામાં છે.
શિક્ષણમંત્રીએ ગુજરાતના અલગ અલગ શહેરોના ૨૨ જેટલા પીડિયાટ્રીશીયન, મનોવૈજ્ઞાનિક અને કેળવણીકાર સાથે રાજ્યના મંત્રી વિભાવરીબેન દવે, સચિવ અને અન્ય અધિકારીની હાજરીમાં ડીજીટલ વાર્તાલાપ કરી અભિપ્રાય મેળવ્યા છે.
બાળકો આજકાલ કલાકો સુધી કાર્ટુન અને ગેમ્સ જુવે છે તો તેનો જ ઉપયોગ કરી બાળકોને શિસ્ત અને સંસ્કારના પાઠ ભણાવીએ. સરકાર આ દિશામાં કામ કરી રહી છે અને જાહેર જનતાનો અભિપ્રાય માંગ્યો છે.