Western Times News

Gujarati News

બાળકોને બચાવા જતાં ૨૪ વર્ષીય યુવકને મોત મળ્યું

Files Photo

રાજકોટ: એક શખ્સ માસૂમ બાળકોને દયાહીન થઈને ઢોરમાર મારી રહ્યો હતો. આ જાેઈને યુવકનું કાળજું કંપી ઉઠ્‌યું. બાળકોને ન મારવા માટે યુવક તે શખ્સને સમજાવા ગયો પરંતુ ભલમનસાઈની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવવી પડી. આ ઘટના મોરબીની છે. જ્યાં પીડિત અજીત પરમાર અને તેનો મિત્ર હુસૈન વોરા રિક્ષામાં બેસીને ભોજન ખરીદવા જઈ રહ્યા હતા.

એ વખતે તેમણે જાેયું કે પેટ્રોલ પંપ નજીક એક શખ્સ કેટલાક બાળકોને ર્નિદયતાથી ફટકારી રહ્યો હતો. જે બાદ આ બંને યુવકોએ રિક્ષા રોકી અને પેલા શખ્સને બાળકોને ન મારવા માટે વિનંતી કરી હતી. જેના કારણે તે ક્રોધિત શખ્સે પોતાનો બધો જ ગુસ્સો અજીત અને હુસૈન પર ઉતાર્યો હતો. તેણે સૌથી પહેલા અજીત પર તીવ્ર હથિયાર વડે પ્રહાર કર્યો અને બાદમાં હુસૈન પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં અજીતને ગંભીર ઈજા થઈ હતી જ્યારે હુસૈનના શરીર પર પણ તીક્ષ્ણ હથિયારના ઘા પડ્યા હતા.

આ બંને યુવકો પર હુમલો કરનાર શખ્સની હજી ઓળખ થઈ નથી. જાે કે, અતિશય લોહી નીકળતું હોવા છતાં હુસૈને અજીતને ઉઠાવ્યો, રિક્ષામાં બેસાડ્યો અને મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં તો હુસૈનની આસપાસ પણ લોહીનું ખાાબોચિયું ભરાયું હતું. હોસ્પિટલ પહોંચતાં જ ૨૪ વર્ષીય અજીત બેભાન થઈ ગયો અને થોડી મિનિટો બાદ તેનું નિધન થયું.

જ્યારે ૨૩ વર્ષીય હુસૈનને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જાે કે, તેની સ્થિતિ પણ વણસી રહી છે અને હાલત ગંભીર હોવાની માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે, અજીત વાંકાનેરમાં રહેતો હતો અને હુસૈન મોરબી શહેરના લીલાપર વિસ્તારમાં રહે છે. અમે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને તેને પકડવા માટે તપાસ શરૂ કરી છે. અમે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહ્યા છીએ”, તેમ પોલીસે જણાવ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.