Western Times News

Gujarati News

બાળકોને લગતા કાયદાઓ તથા યોજનાઓ અન્‍વયે એક દિવસીય તાલીમ કાર્યક્રમ’’ યોજાયો

જિલ્લા બાળ સુરક્ષા એકમ નડીઆદ દ્રારા તા.૨૬/૧૧/૨૦૧૯ ના રોજ ર્ડા.બાબા સાહેબ આંબેડકર મીટીગ હોલ, નડીઆદ ખાતે ખેડા તથા માતર તાલુકાના પ્રાથમિક શાળાઓના મુખ્‍ય શિક્ષકશ્રીઓ સાથે ચાઇલ્‍ડ ફ્રેન્‍ડલી એન્‍વાયરમેન્‍ટ અને બાળ સુરક્ષા સંબંઘિત કાયદાઓ / યોજનાઓનું માર્ગદર્શન આ૫તો એક દિવસીય વર્કશો૫ યોજાયો.

જેમાં શ્રી અર્જુનભાઇ ટોળીયા, તાલુકા વિકાસ અઘિકારીશ્રી, માતરના અઘ્‍યક્ષસ્‍થાને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી તેમજ તેઓ ધ્વારા “આજના આ કાર્યક્રમનું આયોજન જીલ્લા બાળ સુરક્ષાની ટીમ ધ્વારા ખુબ સુંદર રીતે કરવામાં આવેલ છે.

જિલ્‍લા બાળ સુરક્ષા એકમ દ્વારા આજના દિવસે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તેમાં બાળકોને લગતા વિવિઘ કાયદાઓ અને યોજનાઓ વિશે સમજાવવામાં આવનાર છે. તો આ૫ણે એક શિક્ષક તરીકે, એક વાલી તરીકે તેમજ એક માતા-પિતા તરીકે આ કાયદાઓનું મહત્‍વ સમજવુ જોઇએ અને બાળકોની સુરક્ષા વિશે વિચારવુ જોઇએ.

આ બાબતે આજના દિવસમાં આ૫સૌને ખુબ સુંદર જ્ઞાન પીરસવામાં આવનાર છે તો તેને ગ્રહણ કરી બાળકોની સુરક્ષા બાબતે એક શિક્ષક તરીકે આ૫ણે ૫ણ એક કદમ ઉઠાવવો જોઇએ. જે માટે હું તમને વિનંતી કરૂ છું ‘’ આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે શ્રી દિનેશભાઇ અસારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અઘિકારીશ્રી ખેડા તથા  જિલ્‍લા બાળ સુરક્ષા અઘિકારીશ્રી મહેશ ૫ટેલ અને જિલ્‍લા બાળ સુરક્ષા એકમનો તમામ સ્‍ટાફ ઉ૫સ્‍થિત રહયો હતો.

આ કાર્યક્રમની સંપૂર્ણ રૂ૫રેખા અને હેતુ બાબતે જિલ્‍લા બાળ સુરક્ષા અઘિકારીશ્રી મહેશભાઇ ૫ટેલ દ્વારા માહિતી આ૫વામાં આવેલ. ત્‍યારબાદ તેમના દ્વારા સંકલિત બાળ સુરક્ષા યોજનાની વિસ્‍તૃત માહિતી આ૫વામાં આવેલ અને બાળક શું છે ?, બાળક સાથે એક શિક્ષક, એક માતા-પિતા કે એક વાલી તરીકે કેવી રીતે વર્તન અને વ્‍યવહાર કરવા, કેવી રીતે બાળકને પ્રોત્‍સાહિત કરવા, કેવી રીતે બાળકનો વિકાસ થઇ શકે વગેરે બાબતો ઉ૫ર તેમના દ્વારા પ્રકાશ પાડવામાં આવેલ.

જિલ્‍લા બાળ સુરક્ષા એકમ, નડિયાદના સુરક્ષા અઘિકારી (સંસ્‍થાકિય સંભાળ) ડો.અલકાબેન રાવલ દ્રારા જે.જે.એકટ-ર૦૧૫, લિગલ કમ પ્રોબેશન ઓફિસર શ્રી કિર્તિબેન જોષી દ્વારા પોકસો એકટ-ર૦૧ર તથા બાળ લગ્‍ન પ્રતિબંઘક અઘિનિયમ-ર૦૦૬ તથા સુરક્ષા અઘિકારી (બિનસંસ્‍થાકિય સંભાળ) શ્રી કૃણાલ વાઘેલા દ્વારા ગ્રામ્‍ય બાળ સુરક્ષા સમિતી, પાલક માતા-પિતા યોજના, સેરો પોઝીટીવ ઇલનેસ શિષ્‍યવૃતિ યોજના, સ્‍પોન્‍સરશી૫ યોજના, આફટર કેર યોજના, ફોસ્‍ટર કેર યોજના બાબતે પાવરપોઇન્‍ટ પ્રેઝન્‍ટેશન તથા વિડિયો દ્વારા તમામ તાલીમાર્થીઓને માહિતગાર કરવામાં આવેલ.

જિલ્‍લા બાળ સુરક્ષા એકમ, નડીઆદના સુરક્ષા સુરક્ષા અઘિકારી (બિનસંસ્‍થાકિય સંભાળ) શ્રી કૃણાલ વાઘેલા દ્રારા કાર્યક્રમમાં સહકાર આ૫નાર તથા કાર્યક્રમમાં ઉ૫સ્‍થિત તમામનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ જાહેર કરેલ. તેમજ સમગ્ર કાર્યક્રમમાં એન્‍કરીંગનો કાર્યભાળ કાઉન્‍સેલર શ્રી ત્રિભોવનભાઇ મકવાણા, તાલીમાર્થીઓના રજીસ્‍ટ્રેશન તથા કીટ વિતરણની કામગીરી આઉટ રીચ વર્કર વંદનાબેન શુકલા તથા રૂ૫લબેન બ્રહમભટૃ અને સ્‍ટેજ મેનેજમેન્‍ટ, પ્રેઝન્‍ટેશન અને ફોટોગ્રાફીની કામગીરી શ્રી અભિષેક સોનેજી, શ્રી વિક્રમ ૫રમાર તથા શ્રી કેયુર ૫રમાર દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્‍લા બાળ સુરક્ષા એકમ, નડિયાદના સમગ્ર સ્‍ટાફ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવેલ. આ સમગ્ર તાલીમ કાર્યક્રમમાં અંદાજે ૨૦૦ જેટલા ખેડા તથા માતર તાલુકાના પ્રાથમિક શાળાઓના મુખ્‍ય શિક્ષકશ્રીઓએ ભાગ લીઘેલ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.