Western Times News

Gujarati News

બાળકોનો ખોવાયેલો અવાજ પ્રિ-સ્કૂલમાં ફરી ગુંજતો થયો

પ્રતિકાત્મક

અમદાવાદ, કોરોનાના કેસમાં ઘટાડો થતા છેલ્લા બે વર્ષથી બંધ રહેલા પ્રિ પ્રાયમરી વર્ગો, આંગણવાડીઓ ફરી બાળકોના અવાજથી ગુંજી ઉઠ્‌યા છે. વાલીઓના સંમતિ પત્ર અને નિયમોના પાલન સાથે નાના બાળકોનું એજ્યુકેશન શરૂ થયું છે. જેને માતા પિતા પણ આવકારી રહ્યા છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. કેસ ઘટતા કેન્દ્ર સરકારે પણ રાજ્યો પોતાની નિયંત્રણોમાં રાહત આપવા સૂચન કર્યું છે. તો વળી બે દિવસ પહેલા રાજ્ય સરકાર દ્વારા પણ બે વર્ષથી બંધ આંગણવાડીઓ, પ્રિ સ્કૂલસ શરૂ કરવાના આદેશ કર્યા હતા.

જેને લઈ કોવિડને લગતી તમામ SOPના પાલન સાથે આ પ્રિ પ્રાયમરી વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. ગાઈડલાઈનના પાલન સાથે બાળકોને શાળાએ બોલાવવા વાલીઓ પાસેથી સંમતિ પત્ર આપવું પડશે.

આ સાથે પ્રિ પ્રાયમરી સ્કૂલ ચલાવતા સંચાલકોએ ઓનલાઇન એજ્યુકેશન પણ ચાલુ રાખ્યું છે. પ્રિ સ્કૂલના શિક્ષક જણાવે છે કે, બાળક પહેલા ધોરણમાં આવે તે પહેલા કક્કો અને બારક્ષરી કે અંગ્રેજીમાં  લખતું અને વાંચતુ થઈ જાય છે. પણ બે વર્ષથી કોરોનાના કારણે પ્રિ સ્કૂલ બંધ હતી.

બાળકોને વાંચતા અને લખતા કરવા ખૂબ જ અઘરું ટાસ્ક છે. નાનું બાળક જે શાળામાં આવતું થયું હોય અને રજા પડી જાય તો બાળકોને પણ શાળાએ આવવું ગમતું નથી હોતું. ત્યારે આ તો બે વર્ષથી શાળાઓ જ બંધ હતી. એટલે એજ્યુકેશનની દ્રષ્ટિએ નાના બાળકો બે વર્ષ પાછળ રહી ગયા છે. જાેકે હવે શાળાઓ શરૂ થઈ છે ફરી એજ બાળકોની કિલકારીઓ અને કોલાહલ શાળામાં પાછો આવ્યો છે.

બીજીતરફ અંતરીયાળ વિસ્તારમાં અને ગરીબ બાળકો માટે ચાલતી આંગણવાડીઓ પણ આજથી શરૂ કરવામાં આવી છે. એટલે ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારના ભુલકાઓ માટે પણ શિક્ષણ શરૂ થતાં વાલીઓ ખુશી વ્યક્ત કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.