Western Times News

Gujarati News

બાયડમાં બાળકો ઉઠાવી જતી ગેંગની અફવાથી ત્રણને પોલીસ હવાલે કરાયા   

બાયડમાં બાળકો ભિક્ષાવૃતિ કરતા ત્રણ લોકોને જોઈ ગભરાયા

ભિલોડા:  સોશ્યલ મીડિયાના જમાનામાં ફેક મેસેજ વાઈરલ થવાની ઘટનાઓ છાસવારે બની રહી છે અફવા ફેલાવતા મેસેજથી અનેક નિર્દોષ લોકો ટોળાનો ભોગ બન્યા છે રાજ્યમાં બાળકોને ઉઠાવી જતી ગેંગ ઉતરી પડી હોવાના મેસેજના કારણે લોકોમાં ભય અને આક્રોશ જોવા મળે છે અને શંકાસ્પદ લોકોને મારકૂટ કરવા લાગે છે આવીજ એક ઘટના અરવલ્લીના બાયડ શહેરના કસ્બા વિસ્તારમાં બની હતી

ભિક્ષાવૃતિ માટે આવેલ બે પુરુષ અને એક મહિલાને ઘર નજીક રમતા બાળકો ગભરાઈ જતા ભાગવા લાગતા લોકોને બાળક ઉઠાવી જનાર ગેંગ હોવાનું લાગતા ત્રણેને ઘેરી લીધા હતા બાયડમાં બાળકોને ઉઠાવી જનાર ગેંગ આવી હોવાના મેસેજ સોશ્યલ મીડિયામાં ખોટા મેસેજ વાઈરલ થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા પોલીસને જાણ કરાતા પોલીસ ત્રણે લોકોને પોલીસસ્ટેશન લઈ ગઈ હતી અને અફવાના પગલે ભયનો માહોલ પેદા થયો હોવાનું જણાવ્યું હતું

મંગળવારે સવારે, બાયડના કસ્બા વિસ્તારમાં ઘર આગળ રમતા બાળકો ભિક્ષાવૃતિ માટે આવેલ બે આધેડ પુરુષ અને મહિલાને જોઈ બાળકો ગભરાઈ જતા અને બુમાબુમ કરી ઘર તરફ પ્રયાણ કરતાં અને બાળકોને ચોકલેટની લાલચ આપી ઉઠાવી ગયા હોવાના મેસેજ વાઇરલ થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા

લોકોએ ત્રણે ભિક્ષુકોના પાસે રહેલા સરસામાન ચેક કરી પૂછપરછ હાથધરી હતી જે અંગેના વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા થોડીક જ મિનિટોમાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા

બાયડ પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાની ગંભીરતા સમજી લોકોના ટોળાનો રોષનો ભોગ બને તે પહેલા ત્રણે લોકોને પોલીસજીપ માં બાયડ પોલીસ સ્ટેશનમાં લઇ જતા લોકોના ટોળેટોળા પોલીસ સ્ટેશને ઉમટ્યા હતા બાયડ પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ ત્રણે લોકોની સઘન પૂછપરછ હાથધરી હતી હાલ આ ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું બાયડ પોલીસ સ્ટેશનના ફરજ પરના પીએસઓ એ જણાવ્યું હતું   બાયડ પી.આઈ ગોહિલ મેડમ ના જણાવ્યા અનુસાર બાયડના કસ્બા વિસ્તારમાં બાળકો ઉઠાવી જનાર ગેંગ આવી હોવાના સોશ્યલ મીડિયામાં વાઈરલ થયેલ મેસેજ અંગે જણાવ્યું હતું કે બે આધેડ પુરુષ અને એક મહિલા ભિક્ષાવૃતિ માટે કસ્બા વિસ્તારમાં ગયા હતા તેમનો દેખાવ જોઈ બાળકો ગભરાઈ જતા સમગ્ર ઘટનાનું નિર્માણ થયું હતું

આ અંગે કસ્બા વિસ્તારના લોકોને પૂછપરછ કરતાં કોઈએ બાળકને ઉઠાવવાનો પ્રયત્ન થયો હોય તેવું નજરે જોયું ન હોવાનું અને ટોળા માંથી કોઈપણ વ્યક્તિ ફરિયાદ નોંધાવવા તૈયાર ન હોવાથી પ્રાથમિક તપાસમાં ત્રણે વ્યક્તિઓ ભિક્ષાવૃતિ માટે આવ્યા હોવાનું જણાઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.