બાળકો કોરોના બાદ ‘મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ’થી સંક્રમિત થઇ રહ્યા છે

નવી દિલ્હી, કોવિડ-૧૯થી સાજા થઈ ચુકેલા બાળકોને થઈ રહેલી નવી બીમારીએ ચિંતા વધારી દીધી છે. કોવિડથી સાજા થયેલા બાળકોમાં ‘મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ’ નવી ચિંતા બનીને સામે આવી છે. આ સિન્ડ્રોમમાં ઘણા અંગ પ્રભાવિત થાય છે અને સામાન્ય રીતે કોવિડ-૧૯થી સંક્રમિત થવાના ઘણા સપ્તાહ બાદ તે જાેવા મળ્યા છે.
આ અંગોને કરે છે પ્રભાવિત કોરોના મહામારીથી સાજા થયેલા બાળકોમાં ‘મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ’થી (MIS-C) સંક્રમિત થવાનો ખતરો ઉભો થઈ શકે છે. ફોર્ટિસ હેલ્થકેરમાં બાળરોગ નિષ્ણાંત ડો. યોગેશ કુમાર ગુપ્તાએ જણાવ્યુ કે, હું તે ન કહી શકું કે તે (એમઆઈએસ-સી) ખતરનાક છે કે તેનાથી જીવનને ખતરો છે
પરંતુ ચોક્કસપણે કહીશ કે આ સંક્રમણ બાળકોને ખરાબ રીતે પ્રભાવિત કરે છે. તે બાળકોના હ્રદય, લિવર અને કિડનીને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. બાળ રોગ નિષ્ણાંત ડો. યોગેશે જણાવ્યુ કે આ સંક્રમણ (Covid-૧૯) થવાના ચારથી છ સપ્તાહ બાદ થાય છે.