બાળકો ઘેર હોવા છતાં ટ્રાન્સપોર્ટ અને કેન્ટિન ચાર્જ વસૂલાતો હોવાની વાલીઓની ફરિયાદ
અમદાવાદ, કોરોના વાયરસના કારણે આ વર્ષનું શૈક્ષણિક સત્ર અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. ગુજરતા સરકારે વાલીઓને ફ્લેÂક્સબલ પેમેન્ટ ઓપ્શન ઓફર કરવાના આદેશ આપ્યા હોવા છતાં શાળાઓમાં બેફામ લૂંટ ચલાવી રહી છે અને હાલ સ્કૂલ બંધ હોવા છતાં કેટલીક સુવિધાની ફી ચૂકવવા કહી રહી છે.
વાલીઓની ફરિયાદ છે કે, સ્કૂલ માર્ચ મહિનાથી બંધ છે. પરંતુ સ્કૂલ મેનેજમેન્ટ ક્વાર્ટર ફીની સાથે ટ્રાન્સપોર્ટેશન ફી, શાળા દ્વારા અપાતા ફૂડનો ચાર્જ, શાળામાંથી સ્ટેશનરી ખરીદવા અને અમુક દુકાનોમાંથી જ સ્કૂલનો યુનિફોર્મ ખરીદવા માટે કહ્યું છે.
આર. એચ. કાપડિયા સ્કૂલમાં ધોરણ-૫માં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું કે, સ્કૂલ મેનેજમેન્ટ તેમને સ્ટેશનરીના ૪૭૦૦ રૂપિયા ચૂકવવા અને ૧૨ જૂને સ્કૂલમાંથી બુક્સ લઈ જવાનો મેસેજ કર્યાે છે.
‘સ્કૂલે અમને યુનિફોર્મ ખરદીવા માટે દુકાનનું નામ પણ આપ્યું છે. વાલીઓ જ્યાંથી પણ યુનિફોર્મ ખરીદવા ઈચ્છે ત્યાંથી ખરીદવાની છૂટ હોવી જાઈએ. સ્કૂલે સ્ટેશનરી, ટેક્સ્ટબુક અને નોટબુકમાં પણ આવું જ કરવાની જરૂર છે. તેમ અન્ય એક વાલીએ જણાવ્યું.
જ્યાં એક તરફ આર. એચ. કાપડિયામાં સ્કૂલમાં અભ્યાસ કરતા વાલીઓને ફરજિયાત સ્કૂલમાંથી સ્ટેશનરી અને કહેલી દુકાનમાંથી યુનિફોર્મ ખરીદવાની ચિંતા સતાવી રહી છે ત્યારે બીજી તરફ એપલ ગ્લોબલ સ્કૂલ અને ટ્યુલિપ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓની ચિંતા કંઈક અલગ જ છે.
એપલ ગ્લોબલ સ્કૂલમાં ભણતા સિનીયર કેજીના વિદ્યાર્થીના વાલઓ કહ્યું કે, અમારે આશરે વાર્ષિક ફી ૧.૩ લાખ રૂપિયા ભરવી પડે છે. જેમાંથી સ્કૂલ ચાર મહિનાની ૬૬૫૦ રૂપિયા ટ્રાન્સપોર્ટ ફી, કેÂન્ટન ચાર્જ ૪૫૫૦ અને ફિઝિકલ એજ્યુકેશન ચાર્જ તરીકે ૧૫૦૦ લે છે. અમે આ સુવિધાઓ માટે વાર્ષિક ૫૦૪૦૦ રૂપિયામાંથી વળતર રૂપે ૧૨૬૦૦ રૂપિયાની ફી મેળવવા માંગીએ છીએ. તેમ એક વાલીએ કહ્યું. તેઓએ કહ્યું કે સ્કૂલ લગભગ ૩ મહિનાથી બંધ છે અને જ્યારે ફ્યુલ અને કેÂન્ટનની વાત આવે ત્યારે મેનેજમેન્ટે ઘણા પૈસા બચાવ્યા છે.
જ્યારે કેટલાક વાલીઓએ સંપર્ક કર્યાે તો મેનેજમેન્ટે તેમને કહ્યું કે, આ બધી ફી ચૂકવવી પડશે અને બાદમાં તેઓ એડજસ્ટ કરી લેશે. સ્કૂલ જ્યારે બેન્કનું વ્યાજ લઈને જલસા કરવાની છે તો પછી વધારાની રકમ ચૂકવવાનો શુ મતલબ છે ? તેમાંથી સીધા પૈસા કાપી શકાય નહીં ? તેવો સવાલ એક વાલીએ કર્યાે.
ન્યુ ટ્યુલિપ ઈન્ટરનેશનલ સ્કૂલના વાલીઓને પણ આ જ ચિંતા સતાવી રહી છે. સ્કૂલે ટ્રાન્સપોર્ટેશન ફી કેન્સલ કરી છે કે નહીં તેની સ્પષ્ટતા કરી નથી. અમારે ૬૬ હજાર રૂપિયા વાર્ષિક ફી ચૂકવવી પડશે. અમને ૩૫૦૦ રૂપિયા સ્ટેશનરીના અને મહિને ૧૨૦૦ રૂપિયા ટ્રાન્સપોર્ટેશનના ચૂકવવાનું કહ્યું છે. અમારે વાર્ષિક ટ્રાન્સપોર્ટ ફી ૧૪ હજાર રૂપિયા છે. વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ મહિનાથી ઓનલાઈન અભ્યાસ કરે છે તો અમે ટ્રાન્સપોર્ટ ફી કેમ આપીએ ? તેમ ધોરણ ૨માં ભણતા વિદ્યાર્થીના વાલીએ કહ્યું.
જા કે, સ્કૂલ મેનેજમેન્ટે કહ્યું કે, તેઓ વાલીઓ માટે અનુકૂળ રહે તેવી Âસ્થતિ પર કામ કરી રહ્યા છે.
એપલ ગ્લોબલ સ્કૂલના ડિરેક્ટર લિઝા શાહે કહ્યું કે, લોકડાઉન પહેલા માર્ચ મહિનામાં પ્રથમ ક્વાર્ટરની ફી માગવામાં આવી હતી. અમે સમજીએ છીએ કે, અમે ફયૂલ અને રસોડામાં કરિયાણું બચાવ્યું છે. પરંતુ અમારે સ્ટાફને પગાર અને બસોનું મેન્ટેનન્સ ચૂકવવાનું હોય છે. અમારી મીટિંગ હજુ મળી નથી. જ્યારે મીટિંગ થશે ત્યારે રિફંડ અથવા ફી એડજસ્ટ કરવા અંગે અમે નક્કી કર્યું છે તે અંગે પણ ચર્ચા કરીશું.
આર. એચ. કાપડિયાના ટ્રસ્ટી રૂપક કાપડિયાએ કહ્યું કે, તેમણે વાલીઓને સ્કૂલમાંથી સ્ટેશનરી ન ખરીદવી હોય તો પણ છૂટ આપી છે. જા વાલીઓને સ્કૂલમાંથી ખરીદી કરવાનું યોગ્ય ન લાગે તો તેઓ પોતાની રીતે પણ ખરીદી શકે છે. સ્કૂલની યુનિફોર્મની બાબતમાં પણ આવું છે. અમે કેટલીક દુકાનોના નામ આપ્યા છે, પરંતુ ત્યાંથી યુનિફોર્મ ખરીદવો ફરજિયાત નથી.
ન્યુ ટ્યૂલિપ ઈન્ટરનેશનલ સ્કૂલના ડિરેક્ટર અંજલિ ક્વાત્રાએ કહ્યું કે, તેમણે ફ્લેકિસબલ ઓપ્શન આપ્યો છે. જા વાલી દર મહિને ફી ચૂકવવા માગે તો પણ મેનેજમેન્ટને કોઈ વાંધો નથી. મારી જાણ મુજબ અમે હાલ ટ્રાન્સપોર્ટ ફી માંગી નથી. જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું હોવાથી બસોમાં અડધી સંખ્યામાં જ વિદ્યાર્થીઓને લાવવા શકાશે. અમારે ફરીથી આ બધા વિશે આયોજન કરવું પડશે. તેમ ક્વાત્રાએ જણાવ્યું.