Western Times News

Gujarati News

બાળકો શાળાએ ગયા નથી તેનું નુકશાન ભવિષ્યમાં પડશે

૧૫૩૦ બાળકોનો સર્વે, બાળકો પાસેથી જે જવાબો સાંભળવા મળ્યા એ શું વાલી અને શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય?

રાજકોટ: હાલની પરિસ્થિતિમાં જયારે શાળાઓ અને કોલેજાે બંધ છે ત્યારે વિદ્યાર્થીનું શિક્ષણ પ્રત્યેનું નકારાત્મક વલણ જાેવા મળ્યું. જાણે વિદ્યાર્થીઓએ જુદી દિશા નકી કરી લીધી હોય તેમ લાગે છે. આ કોરોનાએ જયારે ભરડો લીધો ત્યારે આશ્ચર્ય સાથે જાેવા મળતી બાબતમાં વિદ્યાર્થીઓ સતત ઘરે રહીને તેનું ધ્યાન જુદી દિશામાં પરિવર્તિત થતું જાેવા મળ્યું. જેની અસર ગ્રામ્ય અને શહેરી વિસ્તાર બંનેમાં જાેવા મળી. પહેલા લોકડાઉનમાં બાળકોને ઘરે રહીને કંટાળો આવતો હતો,

ઘરે ગમતું ન હતું, શાળા કોલેજાે યાદ આવતી હતી, શિક્ષકો પાસે જવાની માંગણી કરતા હતા, જલ્દી શાળા શરુ થાય. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી બાળકો ઘરે છે ત્યારે બાળકોએ તેનું મન ઘરે જ મનાવી લીધું છે. સતત ઘરે રહેવાને કારણે શાળા કોલેજાે પ્રત્યે તેનું વર્તન બદલાય ગયું છે. કોઈપણ બાબતની લત લાગ્યા પછી છોડાવવી એ ખૂબ અઘરું કાર્ય છે. બાળકોને જાે એક વખત મોબાઈલ કે ઓનલાઈન ભણવાની જ લત લાગી તો તેને શાળા ની ટેવ પડાવવી મુશ્કેલ બની જશે. મનોવિજ્ઞાન અનુસાર પરિસ્થિતિ બદલાઈ ત્યારે સમાયોજન સાધવું બાળકો માટે મુશ્કેલ બને છે. તો જ્યારે બાળકો હવે ઓનલાઇન જ ભણે છે

ત્યારે ફરી શાળામાં સમાયોજન સાધી શકશે એ પણ એક પ્રશ્ન છે. કેળવણી અને સમાજિકરણના પાયામાં શાળા અને શિક્ષકનું બહુ મોટું યોગદાન રહ્યું છે. પણ સતત શાળાઓ બંધ હોવાથી બાળકની કેળવણી પર તેની વિપરીત અસર ભવિષ્યમાં દેખાશે. એક સમય એ હતો જ્યારે બાળકને ઓનલાઈન શિક્ષણમાં રસ પડતો નહોતો અને હવે બાળક રમતા રમતા બોલે છે કે, શાળાએ જવું જ નથી. બાળકનું આ વાક્ય ઘણું કહી જાય છે. તેમને પૂછેલા પ્રશ્નના જવાબો કંઈક આવા હતા.

કોરોનામાં શાળા બંધ હોવાને કારણે, બાળકો અગાઉના વર્ગમાં જે શીખ્યા હતા તે ભૂલી રહ્યા છે. આને કારણે, ભવિષ્યમાં વર્ગોમાં તેમને શીખવામાં મુશ્કેલી પડશે. મહત્તમ અસર બીજા અને ત્રીજા વર્ગના વિદ્યાર્થીઓમાં જાેવા મળે છે. ભણતરના અંતરને કારણે, તેઓ હવે નવા વાતાવરણનો સ્વીકાર કરી શકશે કે કેમ? તે પણ એક સમસ્યા થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.